આઝાદ ભારતનુ પ્રથમ મંત્રીમંડળ કેવુ હતુ ? જુઓ તસવીર
નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ 2022 શુક્રવાર
ભારતને આઝાદ થયે 75 વર્ષ થવાના છે. આ વર્ષે 15 ઓગસ્ટે ભારત પોતાની આઝાદીનો 75મો સ્વતંત્રતા દિવસ મનાવશે. આ વખતે સ્વતંત્રતા દિવસ ખરા અર્થમાં ખાસ થવા જઈ રહ્યો છે. સરકાર આ અવસરને ખાસ બનાવવા માટે ખૂબ પ્રયત્ન પણ કરી રહી છે. એક વર્ષ અગાઉથી જ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
દરમિયાન આવો જાણીએ તે ભારતને જેણે આઝાદીની આ નવી-નવી હવા જોઈ હતી. ભારત 15 ઓગસ્ટ 1947એ આઝાદ તો થઈ ગયુ હતુ, પરંતુ કોઈ પણ દેશને ચલાવવા માટે એક સરકારની જરૂર હોય છે જે દેશહિત અને જનતાના હિતમાં નિર્ણય લઈ શકે. 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો તો ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નેહરુને પસંદ કરવામાં આવ્યા પરંતુ શુ તમે જાણો છો કે આઝાદ ભારતનુ પહેલુ મંત્રીમંડળ કેવુ હતુ?
આ હતા આઝાદ ભારતના પહેલા કેબિનેટ મંત્રી
એ તો સૌ જાણે છે કે પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂ જ બન્યા હતા પરંતુ તે સમયમાં સરદાર વલ્લભ ભાઈ પટેલનો પણ મહત્વનો રોલ હતો. તેથી તેમને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા સાથે જ ગૃહ મંત્રાલયની પણ જવાબદારી આપવામાં આવી. તેમના સિવાય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ખાદ્ય અને કૃષિ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો. રેલવે અને પરિવહન વિભાગ ડોક્ટર જોન મથાઈને આપવામાં આવ્યુ. સરદાર બળદેવ સિંહને રક્ષા મંત્રી તરીકે પસંદ
કરાયા. નાણા મંત્રાલયનુ દાયિત્વ આર.કે.શનમુખમ શેટ્ટીને આપવામાં આવ્યુ. આ સિવાય ભીમરાવ આંબેડકરને કાયદા મંત્રાલય સોંપવામાં આવ્યુ. રાજકુમારી અમૃત કૌરને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા. જનસંઘના સંસ્થાપક રહેલા ડો શ્યામા પ્રસાદ મુખર્જીને પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો. જનજીવન રામને શ્રમ મંત્રાલયનો કાર્યભાર સંભાળવા આપ્યો. સંચાર મંત્રી તરીકે રફી અહમદ કિદવઈને પસંદ કરાયા. ખાણકામ અને ઊર્જા મંત્રાલય વી એન ગાડગિલને બનાવવામાં આવ્યા.
આઝાદી પહેલા જ બની ગઈ હતી વચગાળાની સરકાર
વર્ષ 1946માં ભારતને આઝાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ સમગ્ર રીતે દેશ આપણો આઝાદ થયો નહોતો. જોકે ભારતના આઝાદ થયા પહેલા 2 સપ્ટેમ્બર 1946એ વચગાળાની સરકાર પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા બનાવવામાં આવી હતી. આ વચગાળાની સરકારમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, રામગોપાલચારી, આસફ અલી, શરદચંદ્ર બોઝ, જોન મથાઈ જગજીવન રામ, અલી જાહિર અને સીએમ ભાભા સામેલ હતા પરંતુ તે સમયે દેશમાં એક તરફ સાંપ્રદાયિક હુલ્લડ દરેક સ્થળે થઈ રહ્યા હતા.