Get The App

રૂ.2000ની 97.38% નોટો બેંકમાં જમા થઈ, રૂ.9300 કરોડની કરન્સી બાકી

19 મે-2023ના રોજ રૂ.2000ની ચલણી નોટો પરત ખેંચવાની જાહેરાત કરાઈ હતી

હજુ પણ રિઝર્વ બેન્કના 19 કેન્દ્રો ખાતે રૂ.2000ની નોટ જમા કરાવી શકાય છે

Updated: Jan 1st, 2024

GS TEAM

Google News
Google News
રૂ.2000ની 97.38% નોટો બેંકમાં જમા થઈ, રૂ.9300 કરોડની કરન્સી બાકી 1 - image

મુંબઈ, તા.01 જાન્યુઆરી-2024, સોમવાર

How to return 2,000 notes in bank : ભારતીય રીઝર્વ બેંકે આજે જણાવ્યું કે, 29 ડિસેમ્બર-2023 સુધીમાં રૂ.2000ની 97.38 ટકા નોટો બેંકિંગ વ્યવસ્થામાં પરત આવી ગઈ છે. હવે માત્ર રૂ.9,330 કરોડના મૂલ્યની નોટો જ લોકો પાસ છે. 19 મે-2023ના રોજ રૂ.2000ની ચલણી નોટો પરત ખેંચવાની જાહેરાત કરાઈ હતી. તે સમયે 3.56 લાખ કરોડના મૂલ્યની નોટો ચલણમાં હતી.

રૂ.2000ની 97.38% નોટો બેંકમાં જમા થઈ, રૂ.9300 કરોડની કરન્સી બાકી 2 - image

RBIએ કહ્યું કે, આ નોટો હજુ પણ લીગલ ટેન્ડર કહેવાશે. 2016માં નોટબંધીની જાહેરાત બાદ રૂ.2000ની નોટો ચલણમાં આવી હતી. બેંકોમાં નોટ બદલવા અથવા જમા કરવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર હતી. જેમની પાસે રૂપિયા 2000ની નોટસ હજુપણ પડી હોય તેઓ રિઝર્વ બેન્કના 19 કેન્દ્રો ખાતે તે જમા કરાવી શકે છે. 

2018--19થી 2000ની નોટો છાપવાની બંધ

2016માં નોટબંધી બાદ રૂ.2000ની નોટો માર્કેટમાં આવી હતી. તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી અને તેના સ્થાને નવા પેટર્નની 500 અને 2000 રૂપિયાની નોટ જારી કરી હતી. જોકે RBIએ રૂ.2000ની નોટો વર્ષ 2018-19થી છાપવાની બંધ કરી દીધી છે. જ્યારે 2021-22માં રૂ.2000ની 38 કરોડ મૂલ્યની નોટો નષ્ટ કરવામાં આવી હતી.

Tags :