તડકામાં કાળો પડી ગયો છે ચહેરો? તો ઘરે જ આ રીતે દૂર કરો ટેનિંગ, ત્વચામાં આવશે નિખાર
Image:FreePik
Skin Tanning: ઉનાળાની ઋતુ ગરમીની સાથે સાથે ત્વચા પર અનેક પ્રકારની સમસ્યાઓ પણ આપે છે.તીવ્ર સૂર્યપ્રકાશ અને ધૂળની અસરને કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે, જેના કારણે ચહેરાની ચમક ધીરે ધીરે ઓછી થવા લાગે છે. ખાસ કરીને આ સિઝનમાં દરેક વ્યક્તિ ટેનિંગની સમસ્યાથી પરેશાન હોય છે. ટેનિંગ ચહેરાની સુંદરતાને બગાડે છે.
ખૂબ લાંબો સમય સૂર્યપ્રકાશમાં રહેવાથી ત્વચા પર ટેનિંગની સમસ્યા થતી હોય છે. આનાથી છુટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો અપનાવે છે. વિવિધ ટ્રીટમેન્ટ કરાવવા છતાં ફાયદો થતો નથી. કેટલીકવાર આ ટ્રીટમેન્ટ્સ ત્વચાને નુકસાન પણ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ઘરેલું ઉપાય પણ અપનાવે છે.
જો તમે પણ સ્કિન ટ્રીટમેન્ટ લેવાથી ડરતા હોવ તો કેટલાક ઉપાયો અપનાવીને ટેનિંગની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા એકવાર પેચ ટેસ્ટ કરી લો.
લીંબુનો રસ
લીંબુ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદરુપ છે. તેમા ઘણા એવા તત્વો જોવા મળે છે જેના કારણે તમે સન ટેનિંગથી છુટકારો મેળવી શકો છો. કોટનની મદદથી ત્વચા પર લીંબુનો રસ લગાવવો. થોડા દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે.
હળદર અને ચણાનો લોટ
એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લો અને તેમાં થોડી હળદર ઉમેરો. હવે આ પેકને આંગળીઓની મદદથી ચહેરા અને ગરદન પર લગાવો. આ તમને ટેનિંગ દૂર કરવામાં મદદ કરશે.
મધ અને પપૈયા
પપૈયાની પેસ્ટ બનાવો, તેમાં થોડું મધ ઉમેરો અને તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. આ તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરશે. તેને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી ચહેરો ધોઈ લો.
કાકડી
કાકડીને છીણીને તેનો રસ કાઢો. આ પછી તેમાં લીંબુનો રસ અને ગુલાબજળના ટીપાં એડ કરી દો. હવે તેને કોટનની મદદથી તમારી ત્વચા પર લગાવો. થોડી વાર પછી ચહેરો ધોઈ લો.
કાચું દૂધ
એક બે ચમચી દૂધમા થોડી હળદર ઉમેરો. આ પેસ્ટને તમારા ચહેરા પર સારી રીતે લગાવો. આ પેસ્ટ લગાવવાથી ચહેરા પર ફરક દેખાશે.