Get The App

બાળકો પણ કરી શકશે શેર માર્કેટમાં રોકાણ, આ રીત ખુલશે ડીમેટ એકાઉન્ટ, ટ્રેડિંગ કરવું પણ હશે સરળ

શેર માર્કેટમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ ડીમેટ એકાઉન્ટ હોવુ જરુરી છે

માઈનોર ડિમેટ એકાઉન્ટ દ્વારા સીધા શેર બજાર અથવા મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરી શકાતું નથી.

Updated: Nov 24th, 2023

GS TEAM

Google News
Google News
બાળકો પણ કરી શકશે શેર માર્કેટમાં રોકાણ, આ રીત ખુલશે ડીમેટ એકાઉન્ટ, ટ્રેડિંગ કરવું પણ હશે સરળ 1 - image
Image  Envato 

તા. 24 નવેમ્બર 2023, શુક્રવાર

open minor demat account: શેર માર્કેટ (Stock Market) માં રોકાણ કરવા માટે સૌપ્રથમ ડીમેટ એકાઉન્ટ હોવુ જરુરી છે. ડિમેટ એકાઉન્ટ વગર શેર કોઈ શેર ખરીદી કે વેચી શકાતા નથી. આ ઉપરાંત  મ્યુચુઅલ ફંડ, ઈટીએફ અને બોન્ડમાં રોકાણ કરી શકાતુ નથી. પરંતુ જો કોઈ તેના બાળકના નામ પર શેર માર્કેટમાં રોકાણ કરવા ઈચ્છે તો તેના માટે માઈનોર એકાઉન્ટ ખોલાવવુ જરુરી છે. માઈનોર બાળકોનું ડિમેટ એકાઉન્ટ ઓનલાઈન અને ઓફલાઈન ખોલાવી શકે છે. આવો તેના વિશે વિસ્તૃતમાં જાણીએ. 

ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે ઉંમર 

ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. કોઈ પણ ઉંમરમાં ડિમેટ એકાઉન્ટ (Demat Account ) ખોલવી શકાય છે. માતા- પિતા સાથે માઈનોર બાળકનું એકાઉન્ટ ખોલાવી શકાય છે. અને તેમા પોતાનું એકાઉન્ટ પણ જોડી શકાય છે. જે એક જોઈન્ટ એકાઉન્ટ નહી હોય. 

ક્યા દસ્તાવેજની જરુર રહેશે

બાળકોના નામથી ડિમેટ એકાઉન્ટ ઓપન કરાવવા માટે કેટલાક દસ્તાવેજની જરુરીયાત હોય છે. તેમા માતા પિતાનું પાન કાર્ડ, એડ્રેસ પ્રુફ માટે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસેન્સ અને અન્ય જરુરી ડોક્યુમેન્ટની જરુર રહેશે. આ સાથે બાળકનું જન્મ સર્ટિફિકેટ,જેના પર તેના વાલીનું નામ હોય, સેબી KYC અને માઈનોરનું બેંક એકાઉન્ટ પણ હોવુ પણ જરુરી છે. 

માઈનોરના ડીમેટ એકાઉન્ટથી કેવી રીતે કરાશે ખરીદ-વેચાણ

કોઈ માઈનોર ડિમેટ એકાઉન્ટ દ્વારા સીધા શેર બજાર અથવા મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરી શકાતું નથી. ગિફ્ટ તરીકે મળેલા શેર પર માઈનોર ડીમેટ એકાઉન્ટમા રાખવામાં આવે છે. આ શેરમાં માઈનોર ટ્રેડિંગ સાથે ડિમેટ એકાઉન્ટમાંથી વેચવામાં આવે છે. 

Tags :