Get The App

ડેપ્યુટી સીએમ પાસે નથી હોતી મુખ્યમંત્રી જેવી કોઈ સત્તા, મંત્રી જેટલો જ મળે છે પગાર

કલમ 163 અને કલમ 164માં ક્યાંય નાયબ મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી

નાયબ મુખ્યમંત્રીના પદને કેબિનેટ મંત્રી સમકક્ષ ગણવામાં આવ્યા છે

Updated: Feb 3rd, 2024

GS TEAM


Google News
Google News
ડેપ્યુટી સીએમ પાસે નથી હોતી મુખ્યમંત્રી જેવી કોઈ સત્તા, મંત્રી જેટલો જ મળે છે પગાર 1 - image
Image Twitter 

નીતીશકુમારે જ્યારે ફરી ભાજપા સાથે હાથ મિલાવ્યો અને 28 જાન્યુઆરીએ નવમીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા, અને તેમની સાથે બે નેતાઓને ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી ) ના પદ પર શપથ ગ્રહણ કર્યા. નાયબ મુખ્યમંત્રીની નિમણૂક ભારતીય રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતી વિશેષતા રહી છે. આ એક રાજકીય કરારનું પ્રતિનિધિત્વ કરે છે જે મોટાભાગે ગઠબંધન સરકાર પછી હોય છે.

છેલ્લા કેટલાક વર્ષોથી આ સિસ્ટમ જોવા મળી રહી છે. નવેમ્બરમાં જે પાંચ રાજ્યોની ચૂંટણી થઈ હતી તેમાથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાના અને છત્તીસગઢ માં વર્તમાન સમયમાં નાયબ મુખ્યમંત્રી છે. તમિલનાડુ અને કેરળને બાદ કરતાં દરેક રાજ્યોમાં આ પ્રથા છે. 

નાયબ મુખ્યમંત્રીનું પદ

ભારતના બંધારણની કલમ 163(1)માં  કહેવામાં આવ્યું છે કે, "રાજ્યપાલને તેમના કાર્યોના અમલીકરણમાં મદદ કરવા અને સલાહ આપવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક મંત્રીમંડળ હશે." કલમ 163 અને કલમ 164 (મંત્રીઓના સંબંધમાં અન્ય નિયમો )માં ક્યાંય નાયબ મુખ્યમંત્રીનો ઉલ્લેખ  કરવામાં આવ્યો નથી. જ્યારે કલમ 164 ની પેટા કલમ (1)માં બતાવવામાં આવ્યું છે કે "મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા જ કરવામાં આવશે અને અન્ય મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની સલાહ પર કરવામાં આવશે."

નાયબ મુખ્યમંત્રીના પદને કેબિનેટ મંત્રી સમકક્ષ ગણવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીને કેબિનેટ મંત્રી જેટલું જ સમાન વેતન અને સુવિધાઓ આપવામાં આવે છે. 

વર્તમાન સમયમાં આ રાજ્યોમાં છે નાયબ મુખ્યમંત્રી

દેશમાં બિહાર સિવાય અન્ય 13 રાજ્યોમાં હાલ નાયબ મુખ્યમંત્રી છે. જેમાંથી સૌથી વધારે સંખ્યા આંધ્રપ્રદેશમાં છે, ત્યાં મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના મંત્રીમંડળમાં પાંચ નાયબ મુખ્યમંત્રી છે. તો આ બાજુ ગઠબંધન સરકારના ભાગ રુપે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર (મહારાષ્ટ્ર) અને દુષ્યંત ચૌટાલા (હરિયાણા) માં આ પદ સંભાળે છે.


Tags :