લશ્કરી સાધનોની આયાત પર પ્રતિબંધ, ભારતીય સેનાને કઈ રીતે અસર કરે છે જાણો

નવી દિલ્હી, તા. 28 સપ્ટેમ્બર 2022 બુધવાર
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા પર આયોજિત એક વેબિનારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષા સિસ્ટમમાં અનોખુ અને વિશિષ્ટતાના મહત્વની વાત કરતા કહ્યુ હતુ કે રક્ષા ક્ષેત્રે અનોખુ અને ચોંકાવનારા તત્વ ત્યારે આવી શકે છે જ્યારે ઉપકરણને તમારા પોતાના દેશમાં વિકસિત કરવામાં આવ્યા હોય.
આ વેબિનારમાં વડાપ્રધાને એ વાત પર ખેદ વ્યક્ત કર્યો હતો કે હથિયાર ખરીદીની પ્રક્રિયા એટલી લાંબી હોય છે કે હથિયાર આવતા-આવતા ખૂબ વધારે સમય વીતી જાય છે અને તે જૂના થઈ જાય છે. આ મુદ્દે ઉકેલ મેળવવા માટે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાને સમાધાન ગણાવતા કહ્યુ હતુ કે રક્ષા બજેટનુ લગભગ 70 ટકા ભાગ માત્ર સ્વદેશી ઉદ્યોગ માટે રાખવામાં આવ્યુ છે.

આયાતી શસ્ત્રો ભારતીય સેનાની કરોડરજ્જુ
છેલ્લા ઘણા સમયથી ભારત વિશ્વમાં હથિયારોનો સૌથી મોટો આયાતકાર દેશ છે. હકીકત એ છે કે મિગ, મિરાજ, જેગુઆર, સુખોઈ અને રાફેલ જેવા ફાઈટર પ્લેન હોય કે અપાચી અને ચિનૂક જેવા હેલિકોપ્ટર, ભારતીય સેનાની કરોડરજ્જુના હાડકા મોટાભાગે તે જ હથિયારો અને ઉપકરણોને માનવામાં આવ્યા જે વિદેશોથી આયાત કરવામાં આવ્યા હતા.
જ્યાં પારંપરિક રીતે ભારત રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા લશ્કરી સાધનો અને હથિયારોની ખરીદી માટે વિદેશો પર નિર્ભર રહ્યુ છે છેલ્લા અમુક વર્ષોમાં કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત કાર્યક્રમ હેઠળ રક્ષા ક્ષેત્રમાં પણ સાધનો અને હથિયારોને ભારતમાં જ બનાવવા પર જોર આપવામાં આવી રહ્યુ છે.

આ દરમિયાન એ ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેક ઈન ઈન્ડિયાની નીતિ પર જોર આપવાના કારણે ભારતની આર્મી, એરફોર્સ અને નેવી હવે અમુક જૂના સાધનોને બદલવા માટે અમુક જરૂરી હથિયાર સિસ્ટમને આયાત કરી શકતા નથી અને આ કારણથી તેમની સૈન્ય તૈયારી પર અસર પડી રહી છે. રિપોર્ટ અનુસાર હથિયારો અને સાધનોની આયાત પર લાગેલા પ્રતિબંધોના કારણે ભારતમાં 2026 સુધી હેલિકોપ્ટરની અછત અને 2030 સુધી સેંકડો યુદ્ધ વિમાનોની અછત થવાનુ જોખમ છે.

રક્ષા સાધનોની આયાત પર પ્રતિબંધ
ભારતના રક્ષા ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે લશ્કરી સાધનોને ભારતમાં જ બનાવવા પર જોર આપવા માટે રક્ષા મંત્રાલયે છેલ્લા ઘણા મહિનામાં ત્રણ યાદી જાહેર કરી છે. આ યાદીઓને સકારાત્મક સ્વદેશીકરણ યાદીનુ નામ આપવામાં આવ્યુ છે અને આમાં તે રક્ષા સાધનો સામેલ છે જેમને વર્ષ 2020 થી 2028 દરમિયાન ભારતમાં જ વિકસિત અને નિર્મિત કરવાના છે અને જેની આયાત પર દરેક વર્ષે પ્રતિબંધ લગાવવામાં આવતો રહેશે. આ યાદીઓમાં કુલ 310 હથિયારો કે સાધનો સામેલ કરવાના છે અને એ નક્કી કરવામાં આવ્યુ છે કે કયા વર્ષે તેમની આયાતને સંપૂર્ણપણે ખતમ કરી દેવાશે.
પરંતુ સાથે જ સરકારનુ એ પણ કહેવુ છે કે જો એવી સ્થિતિ બને જેમાં ઘરેલૂ ઉદ્યોગ નિર્ધારિત સમય-મર્યાદા કે પ્રમાણમાં હથિયારો કે સાધનોની ફાળવણી કરી શકતા નથી અથવા જો સાધનોમાં સૈનિકોની સુરક્ષાને પ્રભાવિત કરનારી ખામીઓ ઓળખવામાં આવે છે તો અમુક ખાસ મામલે રક્ષા સ્વદેશીકરણ સમિતિની ભલામણના આધારે આયાતનો માર્ગ પસંદ કરી શકાય છે. પરંતુ સરકારનુ કહેવુ છેકે વર્ષ 2020થી 2028 વચ્ચે આ સકારાત્મક સ્વદેશીકરણ યાદીમાં સામેલ દોઢ લાખ કરોડ રૂપિયા મૂલ્યના સાધનો ભારતીય વિક્રેતાઓ પાસેથી લાવવામાં આવશે.

સકારાત્મક સ્વદેશીકરણની યાદીમાં માત્ર સાદા સાધનો જ નહીં પણ આર્ટિલરી ગન, વ્હીલ આર્મર્ડ ફાઈટીંગ વ્હીકલ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનો પણ સમાવેશ થાય છે. નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસલ્સ અને કોર્વેટ્સ, ગ્રાઉન્ડ હાઈ પાવર રડાર, ગ્રાઉન્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ અને વિવિધ સોફ્ટવેર નિર્ધારિત રેડિયો જેવી વેપન સિસ્ટમ પણ સામેલ છે.

