India

PM મોદી માત્ર 13 લાખની વસતી ધરાવતા સાયપ્રસની મુલાકાતે જશે, જાણો શું છે કારણ

By GS TEAM
15 Jun 20253 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (15મી જૂન) ત્રણ દેશના પ્રવાસ માટે રવાના થયા છે. તેમના આ પ્રવાસ દરમિયાન કેનેડા અને સર્બિયા તેમજ સાયપ્રસની મુલાકાત લેશે. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર 13 લાખની વસ્તી ધરાવતા નાના દેશ સાયપ્રસમાં ઉતરશે અને ત્યાં 2 દિવસ રોકાશે. સાયપ્રસ ભલે એક નાનો દેશ હોય, પરંતુ તે ભારત માટે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે પાકિસ્તાનના ખાસ તૂર્કિયેનો પાડોશી દેશ પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદી માત્ર 13 લાખની વસતી ધરાવતા સાયપ્રસની મુલાકાતે જશે, જાણો શું છે કારણ

PM Modi Cyprus Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (15મી જૂન) ત્રણ દેશના પ્રવાસ માટે રવાના થયા છે. તેમના આ પ્રવાસ દરમિયાન કેનેડા અને સર્બિયા તેમજ સાયપ્રસની મુલાકાત લેશે. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર 13 લાખની વસ્તી ધરાવતા નાના દેશ સાયપ્રસમાં ઉતરશે અને ત્યાં 2 દિવસ રોકાશે. સાયપ્રસ ભલે એક નાનો દેશ હોય, પરંતુ તે ભારત માટે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે પાકિસ્તાનના ખાસ તૂર્કિયેનો પાડોશી દેશ પણ છે.

ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી પછી પીએમ મોદી સાયપ્રસના પ્રવાસે

વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, છેલ્લા 2 દાયકાની લાંબી રાહ જોયા પછી ભારતીય વડાપ્રધાનની સાયપ્રસની પહેલી મુલાકાત છે. અગાઉ, પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીએ સાયપ્રસની મુલાકાતે ગયા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસના પ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર જઈ રહ્યા છે. તેઓ 15મી અને 16મી જૂને સાયપ્રસમાં રહેશે. પીએમ મોદી સાયપ્રસની રાજધાની નિકોસિયામાં પ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને લિમાસોલમાં વેપાર જગતના નેતાઓને સંબોધિત કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો સંદેશ આપશે અને ભૂમધ્ય ક્ષેત્ર તેમજ યુરોપિયન યુનિયન સાથે ભારતની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સહયોગ વધારશે.

UNSC બેઠક અને IMECના પક્ષમાં સાયપ્રસ

ભારત અને સાયપ્રસ વચ્ચેની મિત્રતા વિશે વાત કરીએ, તો તે ખૂબ જ જૂની છે. સાયપ્રસ UNSCમાં કાયમી બેઠક સાથે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ અને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીમાં ભારતની સભ્યપદનું સતત સમર્થક રહ્યું છે. આ ઉપરાંત, સાયપ્રસ ઈડિયા મિડિલ ઈસ્ટ યુરોપ કોરિડોર (IMEC)નો એક ભાગ છે. IMECનો ઉદ્દેશ્ય ભારત, મધ્ય પૂર્વ અને યુરોપને જોડવાનો છે.

અહેવાલો અનુસાર સાયપ્રસ હવે આવતા વર્ષના પ્રથમ છ મહિનામાં  યુરોપિયન યુનિયન (EU) કાઉન્સિલનું રોટિંગ પ્રેસિડેન્સી સંભાળવા માટે તૈયાર છે. સાયપ્રસ ભારતને EUના પ્રવેશદ્વાર તરીકે સેવા આપશે. બંને દેશોના ટોચના નેતાઓ બેઠક દરમિયાન વૈશ્વિક અને પ્રાદેશિક મંચો પર સહયોગ સહિત તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે.

ભારત-સાયપ્રસ સંબંધો કેવા છે?

ભારત અને સાયપ્રસ વચ્ચેના સંબંધો પ્રાચીન કાળથી હોવાનું માનવામાં આવે છે. ભૂમધ્ય સમુદ્રમાં સ્થિત એક નાનો ટાપુ દેશ સાયપ્રસ વેપાર અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું કેન્દ્ર રહ્યું છે. પ્રાચીન સમયમાં, ભારતીય વેપારીઓ અને બૌદ્ધ મિશનરીઓ ભૂમધ્ય ક્ષેત્રમાં સક્રિય હતા, જેના કારણે સાંસ્કૃતિક અને ધાર્મિક આદાન-પ્રદાન થયું. આધુનિક સમયમાં, ભારત અને સાયપ્રસે 1960 માં રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા, જ્યારે સાયપ્રસે બ્રિટિશ ગુલામીમાંથી સ્વતંત્રતા મેળવી.

સાયપ્રસે હંમેશા ભારતના પરમાણુ પરીક્ષણ (1998) અને કાશ્મીર મુદ્દે ભારતના સમર્થનમાં છે. બીજી તરફ ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના ઠરાવ અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સાયપ્રસની પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપ્યું છે, ખાસ કરીને વર્ષ 1974માં તૂર્કિયેના આક્રમણ કરીને સાયપ્રસ પર કબજો કર્યો અને તેને 'તૂર્કિયે રિપબ્લિક ઓફ નોર્ધન સાયપ્રસ' (TRNC) જાહેર કર્યું, જેને ફક્ત તૂર્કિયે દ્વારા જ માન્યતા આપવામાં આવી છે.

આ પણ વાંચો: પૂણેમાં પુલ ધરાશાયી થતાં આશરે 30 લોકો નદીમાં તણાયા, બે મૃતદેહ મળ્યા


વર્ષ 1974,1983 અને 1984ના યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)ના ઠરાવમાં તૂર્કિયેને સાયપ્રસમાંથી તેના સૈનિકોને પાછા ખસેડવા કહ્યું હતું અને કહેવાતા TRNCની સ્થાપનાને કાયદેસર રીતે અમાન્ય ગણાવી હતી. ત્યારે ભારતે સાયપ્રસને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાન એકમાત્ર દેશ હતો જેણે વર્ષ 1983 અને 1984ના યુએનએસસી UNSC સાયપ્રસના ઠરાવની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

તૂર્કિયે-પાકિસ્તાનના સંબંધો સામે પ્રતિક્રિયા

તૂર્કિયેએ ભારત વિરુદ્ધ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે, ખાસ કરીને કાશ્મીર મુદ્દા પર અને 'ઓપરેશન સિંદૂર' જેવા લશ્કરી કાર્યવાહી દરમિયાન. તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને પાકિસ્તાન સાથે ઈસ્લામિક એકતા દર્શાવી છે અને ભારતની નીતિઓની ટીકા કરી છે. સાયપ્રસની ભારતની મુલાકાત તુર્કીને રાજદ્વારી ચેતવણી છે, કારણ કે સાયપ્રસ તૂર્કિયેનો સૌથી સંવેદનશીલ મુદ્દો છે.

વર્ષ 1974માં તૂર્કિયેના આક્રમણ બાદ સાયપ્રસ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ભારતે હંમેશા સાયપ્રસની એકતા અને પ્રાદેશિક અખંડિતતાને ધ્યાનમાં રાખીને યુએનના ઠરાવને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત આ સ્થિતિને વધુ મજબૂત બનાવશે, જેનાથી તૂર્કિયે આંતરરાષ્ટ્રીય મંચો પર અસ્વસ્થ બનશે.