| Image Envato |
તા. 11 જૂન 2023, રવિવાર
ઉનાળાની ગરમી દરેકને અસર કરે છે, એ પછી માનવી હોય, પ્રાણીઓ હોય કે જીવજંતુ હોય દરેક જીવ માત્રને ઋતુઓની અસર થાય છે. અને એટલે જ ઉનાળાની ગરમીમાં મોટે ભાગના ઘરોમાં કીડીઓ આવી જતી હોય છે. અને પછી તે વરસાદની મોસમ આવવાથી વધી જાય છે. અને તેના પછી કીડીઓ ઘરમાં દરેક સામાનમાં ઘુસી જતી હોય છે. પછી તે રોટલી હોય કે ખાંડ હોય કે ગોળ. એટલુ જ નહી ઘણીવાર તો કપડાંમાં અને પલંગ પર પણ કીડીઓનો આતંક જોવા મળતો હોય છે.
લાલ કીડીના કરડવાથી પણ ખંજવાળ થવા લાગે છે અને તે જગ્યા પર ચકામા પડી જતા હોય છે
ઘરમાં બે પ્રકારની કીડીઓ જોવા મળતી હોય છે, એક કાળા રંગની અને બીજી લાલ હોય છે. તેમા લાલ કીડીના કરડવાથી પણ ખંજવાળ થવા લાગે છે અને તે જગ્યા પર ચકામા પડી જતા હોય છે અને ફોલ્લીઓ થાય છે. આવામાં જો તમે પણ કીડીઓથી પરેશાન છો તો કઈ રીતે કીડીઓની છુટકારો મેળવવો તેના વિશે અમે તમને આ જે એવા 5 ઘરેલુ ઉપાય બતાવીએ. જેને અપનાવવાથી તમારા ઘરમાં કીડીઓ જોવા નહીં મળે.
કીડીઓથી કાયમ માટે કેવી રીતે છુટકારો મેળવવો?
ખાંડમાં બોરેક્સ પાવડર
1 કપ પાણીમાં 1 ચમચી બોરેક્સ પાવડર અને 1 ચમચી ખાંડ ભેળવીને પેસ્ટ તૈયાર કરો. હવે આ સોલ્યુશનને સ્પ્રે બોટલમાં મૂકો અને જ્યાં કીડીઓ દેખાય છે ત્યાં તેને સ્પ્રે મારો. કીડીઓ આ સ્પ્રેથી ભાગી જાય છે.
લીંબુથી ભાગી જશે કીડીઓ
ઘરમાંથી કીડીઓથી છૂટકારો મેળવવા માટે જ્યાથી કીડીઓ બહાર આવતી હોય ત્યા લીંબુની છાલ રાખી દો. આ સિવાય 1 કપ પાણીમાં 4 લીંબુનો રસ મિક્સ કરીને સ્પ્રે બનાવો અને જ્યાં કીડીઓ બહાર આવે ત્યાં સ્પ્રે કરો. આમાંથી કીડીઓ નહીં આવે.
નમક સાથે કીડી છુટકારો મેળવો
કીડીઓને મીઠું બિલકુલ પસંદ આવતું નથી, તેથી જ્યાં પણ કીડીઓ દેખાય ત્યાં મીઠું નાખો. આમ કરવાથી કીડીઓ તરત જ ભાગી જશે.
કાળા મરી વડે કીડીઓને ભગાડો
કાળા મરીના પાવડરથી કીડીઓ ભાગી જાય છે, ઘરના જે ભાગોમાં કીડીઓ દેખાય ત્યાં કાળા મરીનો પાવડર છાંટો.
વિનેગરના ઉપયોગથી ભાગી જશે કીડીઓ
ઘરના રસોડામાં હાજર સફેદ વિનેગરને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. આ સ્પ્રેને તે સ્થાનો પર રેડો જ્યાંથી કીડીઓ બહાર આવે છે.


