VIDEO : ઈટાવામાં કથાકાર સાથે દુર્વ્યવહાર બાદ મામલો બિચક્યો, ટોળાનો પોલીસ પર પથ્થમારો, વાહનો તોડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના ઈટાવામાં યાદવ કથાકાર સાથે દુર્વ્યવહાર થયા બાદ ‘અહીર રેજિમેન્ટ’ અને ‘યાદવ મહાસભા’ના લોકો સામસામે આવી ગયા છે. આ દરમિયાન મામલો શાંત પાડવા દાંદરપુર ગામમાં ગયેલી પોલીસ પર ટોળાએ પથ્થમારો કર્યો છે. ટોલાએ લાકડી, દંડા, ઈંટો, પથ્થરોથી પોલીસ વાહનોમાં તોડફોડ કરી છે. જવાબમાં પોલીસે હવામાન ફાયરિંગ કરતા ટોળું વિખેરાઈ ગયું છે. ગામમાં અશાંતિનો માહોલ ઉભો થયા બાદ પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો છે.
યાદવ કથાકારોનું અપમાન કરાતા મમલો બિચક્યો
વાસ્તવમાં ઈટાવામાં યાદવ કથાકારનું અપમાન કરાયું હતું, જેના કારણે જિલ્લામાં બ્રાહ્મણ અને યાદવ સમાજના લોકો સામસામે આવી ગયા છે. ત્યારબાદ પોલીસે બંને પક્ષના આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. પછી આહીર અને યાદવ સમાજના લોકો બકેવર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યા બાદ દાંદરપુર ગામ જઈ રહ્યા હોવાની પોલીસને માહિતી મળતા જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ પોલીસ અને સમાજના લોકો વચ્ચે અથડામણ થઈ હતી.
બાઈક પર આવેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો
મીડિયા રિપોર્ટ મુજબ ટોળુ દાંદરપુર ગામ પહોંચે તે પહેલા જ પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને ટોળાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાઈકો લઈને આવેલું ટોળું ગુસ્સે થઈ ગઈ હતી અને પોલીસ પર પથ્થમારો શરૂ કર્યો, જેના કારણે પોલીસના વાહનો પણ નકસાન થયું છે. સ્થિતિ ગંભીર દેખાતા પોલીસે ત્યાંથી ભાગવું પડ્યું હતું, પછી સીનિયર અધિકારીઓએ મોરચો સંભાળતા સ્થિતિ કાબુમાં આવી ગઈ છે.
આ પણ વાંચો : તેલંગાણામાં મહિલાએ રેલવે ટ્રેક પર દોડાવી કાર, 15 ટ્રેનોનો રૂટ બદલવો પડ્યો
પોલીસે ફાયરિંગ કરતા ટોળું વિખેરાયું
ઈટાવા પોલીસ દ્વારા હવામાં ફાયરિંગ કરાયા બાદ સ્થળ પરથી ટોળું વિખેરાઈ ગયું છે. સુરક્ષાને ધ્યાને રાખી વધારાનું પોલીસ દળ તહેનાત કરી દેવાયું છે. પોલીસની કાર્યવાહી બાદ આહીર રેજિમેન્ટ અને યાદવ મહાસાભના તમામ કાર્યકરો ભાગી ગયા છે. હવે મામલો શાંત પડી ગયોછે અને 12 લોકોને કસ્ટડીમાં લેવાયા છે.
ઘટનાના વીડિયો વાયરલ
પ્રાથમિક માહિતી મુજબ આહીર રેજિમેન્ટના ગગન યાદવે દાંદરપુર ગાવમાં દેખાવો કરવાની જાહેરાત કર્યા બાદ પોલીસે તેમને નજરકેદ કરી દીધા હતા, તેમ છતાં ટોળું ગામ પાસે પહોંચી ગયું હતું અને તેઓ શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા હોવાનું કરી રહ્યા હતા, પરંતુ પોલીસે ટોળાને ગામમાં જવાનો ઈન્કાર કરી દીધો હતો, જેના કારણે ટોળું રોષે ભરાયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, સેંકડો બાઈકો દાંદરપુર ગામ તરફ જઈ રહી છે. તે જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં પોલીસ પર પથ્થરમારોના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પોલીસની ટીમ પાછી પાની કરતી જોવા મળી રહી છે. બીજીતરફ પોલીસે હવામાં ફાયરિંગ કરતા ટોળું નાસભાગ કરતું જોવા મળી રહ્યું છે.
ઘટના બાદ રાજકારણ શરૂ
ઉલ્લેખનીય છે કે, દાંદરપુર ગામમાં બ્રાહ્મણ સમાજના કેટલાક યુવકોએ કથાવાચક મુકુટ મણિ યાદવ અને સંત કુમાર યાદવ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેનો વીડિયો સામે આવ્યા બાદ મામલો ઉગ્ર બની ગયો છે અને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીની ઓફિસમાં કથાકારોનું સન્માન કર્યું છે. પોલીસે બ્રાહ્મણ પક્ષના ચાર લોકોની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. બીજીતરફ આરોપી તરફથી કથાવાચકો વિરુદ્ધ છેડખાની સહિતના આરોપો કર્યા બાદ પોલીસે કથાવાચકો વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો : મુસ્લિમ મહિલાને 'ખુલા' નો સંપૂર્ણ અધિકાર, પતિની મંજૂરી જરૂરી નથી : તેલંગાણા હાઈકોર્ટ









