Get The App

મધ્ય પ્રદેશ: હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને નર્મદાપુરમ કરાશે

Updated: Jan 28th, 2023

GS TEAM


Google News
Google News
મધ્ય પ્રદેશ: હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને નર્મદાપુરમ કરાશે 1 - image


ભોપાલ, તા. 28 જાન્યુઆરી 2023 શનિવાર

ભોપાલ રેલવે મંડળમાં હબીબગંજ બાદ હવે વધુ એક રેલવે સ્ટેશનનું નામ બદલાવા જઈ રહ્યુ છે. હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે નર્મદાપુરમ રેલવે સ્ટેશન હશે. કેન્દ્ર સરકારની પરવાનગી બાદ પરિવહન વિભાગે રાજપત્રમાં આની સૂચના જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છેકે અગાઉ રાજ્ય સરકાર હોશંગાબાદ વિભાગ અને જિલ્લાનું નામ બદલીને નર્મદાપુરમ કરી ચૂકી છે. 

ઉલ્લેખનીય છેકે ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ પણ બદલીને વર્ષ 2021માં રાણી કમલાપતિ સ્ટેશન કરવામાં આવી ચૂક્યુ છે. 15 નવેમ્બર 2021એ આદિવાસી ગૌરવ દિવસના અવસરે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલ આવ્યા હતા, ત્યારે તેમણે વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ નવા ક્લેવરમાં હબીબગંજ રેલવે સ્ટેશનનું રાણી કમલાપતિ સ્ટેશન તરીકે લોકાર્પણ કર્યુ હતુ. 

ગયા વર્ષે નર્મદા જયંતી નિમિત્તે 8 ફેબ્રુઆરીએ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે હોશંગાબાદ શહેરનું નામ બદલીને નર્મદાપુરમ કરવાની જાહેરાત કરી. જે બાદ કેન્દ્ર તરફથી આ બાબતનું નોટિફિકેશન જારી થયા બાદ આની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ હતી. જોકે ત્યારે રેલવે સ્ટેશનનું નામ બદલાયુ નહોતુ. 

Tags :