VIDEO : મહારાષ્ટ્રમાં સરકારી બસનો ભયાનક અકસ્માત, 20ને ઈજા, 4 ગંભીર
Accident Incident : મહારાષ્ટ્રના લાતુર શહેરના નંદગાંવ નજીક આજે સોમવારે બપોરે લગભગ 2:30 વાગ્યે અહમદપુર લાતુરથી જતી બસને અકસ્માત નડ્યો. બસ અહમદપુરથી લાતુર આવી રહી હતી, ત્યારે બસ નંદગાંવ નજીક પહોંચતાની સાથે જ ડ્રાઇવરે ઝડપથી આવતી મોટરસાઇકલને બચવા માટે બસને ડિવાઇડર પર હંકારી દીધી હતી. આ દરમિયાન એક ભયંકર અકસ્માત થયો અને બસ પલટી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 20 જેટલાં લોકોને ઈજા પહોંચી હતી. જેમાં ચાર ગંભીર હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લાતુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો સીસીટીવીમાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના લાતુર શહેરના નંદગાંવ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસમાં બેઠેલા 20 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાને લઈને ડૉ. ઉદય મોહિતેએ જણાવ્યું હતું કે, 'આમાંથી ચાર લોકોની હાલત ગંભીર છે.'