Get The App

હિન્દુ લગ્ન એક વર્ષમાં ભંગ ના કરી શકાય, અલ્લાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો

Updated: Jan 30th, 2025

GS TEAM

Google News
Google News
Allahabad High Court


Allahabad High Court : અલ્લાહાબાદ હાઈકોર્ટે હિન્દુ લગ્ન કાયદાને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું છે કે, હિન્દુ લગ્ન એક પવિત્ર બંધન છે. લગ્ન થયાના એક જ વર્ષની અંદર હિન્દુ પતિ-પત્ની છૂટાછેડા ના લઇ શકે. પતિ-પત્ની બંને છૂટાછેડા માટે સંમત હોય, તો પણ કાયદો એક વર્ષમાં છૂટાછેડાને મંજૂરી નથી આપતો. આવા મામલામાં જો સ્થિતિ અસાધારણ અને મુશ્કેલ હોય તો જ તે છૂટાછેડા મંજૂર કરી શકાય. 

ઉત્તર પ્રદેશના સહારનપુરના દંપત્તિનો મામલો

રિશીકા ગૌતમ અને નિશાંત ભારદ્વાજ નામના દંપતિએ લગ્ન કર્યાના એક જ વર્ષમાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. તે બંને પરસ્પરની સંમતિથી છૂટા પડવા માંગતા હતા. જો કે, ફેમિલી કોર્ટે એમ કહીને આ છૂટાછેડા આપવાની ના પાડી કે, હિન્દુ લગ્ન કાયદો 1955 હેઠળ એક વર્ષની અંદર છૂટાછેડાની મંજૂરી નથી. આ માટે અસાધારણ સંજોગો હોવા જરૂરી છે. આ મામલો ઉત્તર પ્રદેશના સહારનપુરનો હતો. 

સહારનપુર ફેમેલી કોર્ટના ચુકાદાને બાદમાં પતિ-પત્ની દ્વારા અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે હાઈકોર્ટે પણ ફેમેલી કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. 

આ પણ વાંચો: બાળકો સામે જ દુષ્કર્મ આચરી એસિડ એટેક કર્યો, આસામમાં પાડોશીએ બર્બરતાની હદ વટાવી

એક વર્ષ પછી છૂટાછેડાની અરજી કરવાનું સૂચન 

સહારનપુર ફેમિલી કોર્ટના આ ચુકાદાને આ દંપત્તિએ અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જો કે, અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ અશ્વિની કુમાર અને જસ્ટિસ દોનાડી રમેશે આ નિર્ણયને યોગ્ય ગણાવતા દંપત્તિને સલાહ આપી હતી કે, ‘લગ્ન થયાને એક વર્ષ પૂર્ણ થઈ જાય પછી તમે છૂટાછેડા માટે અરજી કરી શકો છો. જો કે હાલ આ અરજી સ્વીકારી ના શકાય કારણ કે,   હિન્દુઓ માટે લગ્ન એક પવિત્ર બંધન મનાય છે. હિન્દુ લગ્ન કાયદો 1955ની કલમ 14 મુજબ લગ્નને એક વર્ષ થાય પછી જ છૂટાછેડા માટે અરજી કરી શકાય. તમારી અરજીમાં ક્યાંય પણ એવા સંજોગો કે કારણો નથી કે જેને સ્વીકારીને છૂટાછેડા આપી શકાય. એટલે સંમતિથી છૂટા પડવા માટે પણ લગ્નને એક વર્ષ પૂર્ણ થયું હોવું જરૂરી છે.’

હિન્દુ લગ્ન એક વર્ષમાં ભંગ ના કરી શકાય, અલ્લાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો 2 - image

Tags :