'એકમાત્ર હિન્દુ સમાજ જ એવો છે જે આક્રમક નથી': RSS ચીફ મોહન ભાગવત

- આપણી રાજકીય સ્વતંત્રતાને ખલેલ પહોંચાડવાની કોઈની તાકાત નથી: ભાગવત
નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2023, બુધવાર
RSSના ચીફ મોહન ભાગવતે કહ્યું કે, હિંદુ ધર્મ એ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા અને દરેકને પોતાનું માનવું અને ઇસ્લામને સાથે લેવાની વૃત્તિ છે અને દેશમાં ઈસ્લામને કોઈ ખતરો નથી પરંતુ તેમણે 'આપણે મોટા છીએ' ની લાગણી છોડવી પડશે. એ ઈન્ટરવ્યુ દરમિયાન સરસંઘચાલક ભાગવતે પણ LGBT સમુદાયને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેમની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ અને સંઘ આ વિચારને પ્રોત્સાહિત કરશે. તેમણે કહ્યું કે, જ્યારેથી મનુષ્ય અસ્તિત્વ ધરાવે છે ત્યારથી આવા ઝોક ધરાવતા લોકો હંમેશા હતા. અમે ઈચ્છીએ છીએ કે તેમને તેની ગોપનીયતાનો અધિકાર મળે અને તેમને પણ એવો અનુભવ થાય કે, તેઓ પણ આ સમાજનો ભાગ છે.
ઈસ્લામને કોઈ ખતરો નથી
મોહન ભાગવતે કહ્યું કે ટ્રાન્સજેન્ડર સમસ્યા નથી. તેમનો પોતાનો સંપ્રદાય છે, તેમના પોતાના દેવી-દેવતાઓ છે. હવે તેમની પાસે મહામંડલેશ્વર છે. તેમણે કહ્યું કે, સંઘનો કોઈ અલગ દૃષ્ટિકોણ નથી. હિન્દુ પરંપરાએ આ બાબતો પર વિચાર કર્યો છે. ભાગવતે કહ્યું કે હિંદુ આપણી ઓળખ છે, રાષ્ટ્રીયતા છે અને દરેકને પોતાના માનવા અને સાથે લઈ જવાની વૃત્તિ છે. સરસંઘચાલે કહ્યું કે, હિંદુસ્તાન એ હિંદુસ્તાન બની રહે સીધી વાત છે. તેનાથી આજે ભારતમાં જે મુસ્લિમો છે તેમને કોઈ નુકસાન નથી. તેમણે કહ્યું કે, ઈસ્લામને કોઈ ખતરો નથી પરંતુ અમે મોટા છીએ, અમે એક સમયે રાજા હતા, અમે ફરીથી રાજા બનીએ. આ ભાલ છોડવો પડશે. આ સાથે જ ભાગવતે કહ્યું કે, જો કોઈ હિંદુ આવું વિચારે છે તો તેણે પણ આ ભાવના છોડવી પડશે. કમ્યુનિસ્ટ છે તેમણે પણ આ ભાવના છોડવી પડશે.
હિન્દુ આક્રમક નથી: ભાગવત
ભાગવતે કહ્યું કે, એકમાત્ર હિન્દુ સમાજ જ એવો છે જે આક્રમક નથી તેથી અનાક્રમકતા, અહિંસા, લોકશાહી, ધર્મનિરપેક્ષતાને આ બધાને બચાવી રાખવાના છે. તેમણે કહ્યું કે આપણે તિમોર, સુદાન જોયું, પાકિસ્તાન બન્યું તે પણ આપણે જોયું. આવું કેમ થયું? રાજનીતિ છોડીને જો અને તટસ્થતાથી વિચાર કરીએ કે પાકિસ્તાન કેમ બન્યું?' તેમણે કહ્યું કે, ઈતિહાસમાં જ્યારથી આંખ ખોલી ત્યારથી ભારત અખંડ હતું. ઈસ્લામના આક્રમણ અને પછી અંગ્રેજોની વિદાય બાદ આ દેશ કેવી રીતે વિખેરાઈ ગયો. આપણે આ બધું ભોગવવું પડ્યું કારણ કે, આપણે હિંદુ ભાવના ભૂલી ગયા.
RSS રાષ્ટ્રીય નીતિઓ સાથે જોડાયેલું: ભાગવત
ભાગવતે કહ્યું કે, હવે આપણી રાજકીય સ્વતંત્રતાને ખલેલ પહોંચાડવાની કોઈની તાકાત નથી. આ દેશમાં હિંદુ રહેશે, હિંદુ નહીં જાય, તે હવે પાક્કું છે. હિંદુ હવે જાગૃત થઈ ગયા છે. આનો ઉપયોગ કરીને આપણે અંદરથી યુદ્ધ જીતવું પડશે અને આપણી પાસે જે ઉકેલ છે તે રજૂ કરવો પડશે. ભાગવતે કહ્યું કે નવી ટેક્નોલોજી આવશે, પરંતુ ટેક્નોલોજી મનુષ્ય માટે છે. લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ડરવા લાગ્યા છે. જો તે અવિરત રહેશે તો કાલથી મશીનનું શાસન આવી જશે. સાંસ્કૃતિક સંગઠન હોવા છતાં રાજકીય મુદ્દાઓ સાથે આરએસએસની સંડોવણી અંગે ભાગવતે કહ્યું કે, સંઘે જાણીજોઈને પોતાને રોજબરોજની રાજનીતિથી દૂર રાખ્યું છે પરંતુ તે હંમેશા એવા રાજકારણ સાથે સંકળાયેલું છે જે આપણી રાષ્ટ્રીય નીતિઓ, રાષ્ટ્રીય હિત અને હિન્દુ હિતને અસર કરે છે.

