Get The App

VIDEO : દેશના જોખમી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટ સ્ટડ સાથે અથડાઈ, નાયબ CM-DGPનો આબાદ બચાવ

Updated: Mar 24th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : દેશના જોખમી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટ સ્ટડ સાથે અથડાઈ, નાયબ CM-DGPનો આબાદ બચાવ 1 - image


Shimla Flight Emergency Landing : હિમાચલ પ્રદેશ જુબ્બરહટ્ટી એરપોર્ટ પર ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીનો આબાદ બચાવ થયો છે. લેન્ડિંગ વખતે ફ્લાઈટ સ્ટડ સાથે અથડાયું હોવાનું તેમજ પાયલટે ઈમરજન્સી બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી હોવાની માહિતી સામે આવી છે. 

વિમાનના બ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાઈ

મળતા અહેવાલો મુજબ, ફ્લાઈટ દિલ્હીથી શિમલા જઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે જુબ્બરહટ્ટી એરપોર્ટ પર ફ્લાઈટનું યોગ્ય રીતે લેન્ડિંગ કર્યું ન હતું. જોકે પાયલોટે ઈમરજન્સી બ્રેક મારતા ફ્લાઈટ રન-વે ખતમ થાય તે પહેલા ઉભી રહી ગઈ હતી, ત્યારબાદ ફ્લાઈટમાં લગભગ 20થી 28 મુસાફરો ફસાયા હતા. આ ફ્લાઈટમાં નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી અને ડીજીપી પણ હતા. એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે, ‘દિલ્હીથી શિમલા જઈ રહેલી ફ્લાઈટ નંબર 91821માં બ્રેકમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે આ સમસ્યા ઉભી થઈ.

આ પણ વાંચો : સાંસદોને મોંઘવારી નડી! પગાર-ભથ્થા અને પેન્શનમાં પણ વધારો, સરકારનું જાહેરનામું

એરપોર્ટનો રન-વે નાનો : અગ્નિહોત્રી

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘જુબ્બરહટ્ટી એરપોર્ટનો રન-વે નાનો છે. ફ્લાઈટને રન-વેની વચ્ચે લેન્ડ કરવામાં આવ્યું, જેના કારણે ઈમરજન્સી બ્રેક મારવી પડી. વિમાનમાં લગભગ 30 જેટલા મુસાફરો હતો, જેઓ આ સમસ્યાના કારણે 20થી 25 મિનિટ સુધી ફ્લાઈટમાં ફસાયેલા રહ્યા. આ ઘટનાના કારણે શિમલા ધર્મશાળાની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. બધા મુસાફરો બહાર આવ્યા બાદ ફ્લાઈટમાંથી ખામી સર્જાઈ હોવાની માહિતી મળી. હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે.

દેશનો જોખમી જુબ્બરહટ્ટી એરપોર્ટ, રન-વે નાનો

શિમલાના જુબ્બરહટ્ટી એરપોર્ટ પર રન-વે માત્ર 1200 મીટર લાંબો છે, તેથી જોખમ વધુ રહે છે અને ફ્લાઈટના લેન્ડિંગ વખેત ખૂબ જ સાવધાની રાખવી પડી છે. બીજીતરફ આજે હવામાન પણ સ્વચ્છ હતું, જોકે રનવે નાનો હોવાથી અને સંભવિત ટેકનીકલ ખામીના કારણે પાયલોટ માટે ફ્લાઈટ સંભાળવી મુશ્કેલ થઈ ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે જુબ્બરહટ્ટી એરપોર્ટના વિસ્તરણ માટે એક યોજના તૈયાર કરી છે. પ્રસ્તાવિત યોજના હેઠળ રનવેને 1500 મીટર લંબાવવામાં આવશે, જેથી અહીં 42 સીટરને બદલે 72 સીટર એરક્રાફ્ટ ઉતરી શકશે.

આ પણ વાંચો : દેશભરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા વધતાં સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, ચાર મહિનામાં રિપોર્ટ માંગ્યો

Tags :