India

1 લાખની સ્કૂટી અને 14 લાખનો નંબર! VVIP નંબરના શોખીન યુવકે હરાજીમાં લાખો રૂપિયા ખર્ચ્યાં

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
લોકો પોતાના શોખ પૂરા કરવા માટે કાંઈ પણ કરવા તૈયાર હોય છે. તેવી જ એક ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી છે. જ્યાં એક યુવકે પોતાની 1 લાખ રૂપિયાની એક્ટિવાનો VVIP નંબર મેળવવા માટે 14 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. VIP નંબર મેળવવાનો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

1 લાખની સ્કૂટી અને 14 લાખનો નંબર! VVIP નંબરના શોખીન યુવકે હરાજીમાં લાખો રૂપિયા ખર્ચ્યાં
Image : Meta AI

VIP Number Plate Auction: લોકો પોતાના શોખ પૂરા કરવા માટે કાંઈ પણ કરવા તૈયાર હોય છે. તેવી જ એક ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી છે. જ્યાં એક યુવકે પોતાની 1 લાખ રૂપિયાની એક્ટિવાનો VVIP નંબર મેળવવા માટે 14 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. VIP નંબર મેળવવાનો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

રૂ.14 લાખનો સ્કૂટીનો નંબર 

મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે તાજેતરમાં નવુ સ્કૂટી લીધુ છે. સંજીવ આ સ્કૂટી માટે એક VIP નંબર મેળવવા ઈચ્છતો હતો. આ પછી યુવકે હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત ઓનલાઈન હરાજીમાં સૌથી વધુ 14 લાખ રૂપિયામાં બોલી લગાવીને HP21C-0001 નંબર પ્લેટ ખરીદી હતી. 

હરાજીમાં માત્ર બે જ વ્યક્તિ હતા

કહેવામાં આવી રહ્યુ છે કે, આ ઓનલાઈન હરાજીમાં માત્ર બે લોકોએ જ ભાગ લીધો હતો. જેમાં સોલન જિલ્લાના બદ્દીના રહેવાસી એક વ્યક્તિએ આ VIP નંબર માટે 13.50 લાખ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. પરંતુ સંજીવે રૂ.14 લાખની બોલી લગાવીને નંબર હાંસિલ કર્યો હતો. 

VIP નંબર પ્લેટની હરાજીમાંથી મળેલી રકમ રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરવામાં આવી છે. પરિવહન અધિકારી મુજબ, આ રાજ્યમાં ટુ-વ્હીલર માટે જારી કરાયેલો સૌથી મોંઘો VIP રજિસ્ટ્રેશન નંબર હોઈ શકે છે.

આ પણ વાંચો: ભાવુક VIDEO: વૃદ્ધ દંપતિને 20 રૂપિયામાં આપ્યું મંગળસૂત્ર, જ્વેલર્સના માલિકે જણાવી તેની કિંમત

જ્યારે સંજીવ કુમારે જણાવ્યું હતું કે, 'મને ખાસ અને અનોખા નંબર એકઠા કરવાનો શોખ છે, એટલે તે પોતાની નવી સ્કૂટી માટે VIP નંબર ઈચ્છતો હતો. જુનૂનની કોઈ કિંમત હોતી નથી. જ્યારે તમે કાઈ અમુલ્ય મેળવવાની ઈચ્છા રાખો છો, ત્યારે આપણે કિંમત નથી જોતા.'