Get The App

દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા, CMએ બેઠક યોજી

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા, CMએ બેઠક યોજી 1 - image


Tamil Nadu Heavy Rain: દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે તમિલનાડુમાં ભારે વરસાદનું વિઘ્ન આવ્યું છે. આજે (20મી ઑક્ટોબર) સવારે ચેન્નઈમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને માર્ગ તેમજ હવાઈ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

ચેન્નઈમાં જળબંબાકારની સ્થિતિ

ચેન્નઈમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. પૂર્વ કોસ્ટ રોડ પર આવેલા વેલાચેરી, મેદાવક્કમ, પલ્લીકરણાઈ અને નીલંકરાઈ જેવા વિસ્તારો વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. બીજી તરફ નીલગિરિ જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે, જેના પગલે નીલગિરિ માઉન્ટેન રેલવે (NMR) રૂટ પરની ટ્રેન સેવાઓ રદ કરવાની ફરજ પડી છે.

મુખ્યમંત્રી સ્ટાલિને પરિસ્થિતિની સમીક્ષા કરી

વરસાદની ગંભીર પરિસ્થિતિને જોતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક પગલાં લીધા છે. તેમણે ચેન્નઈમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: દિવાળીએ દિલ્હી 'ગેસ ચેમ્બર' બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ



22મી ઑક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી થોડા દિવસો માટે ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, આગામી ૨૨મી ઑક્ટોબરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે, જે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવશે.

હવામાન વિભાગે દિવાળીના દિવસે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેને પગલે વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

Tags :