Get The App

BIG NEWS | માઉન્ટ આબુમાં ભૂસ્ખલન, રસ્તો ધસી પડતાં ભારે વાહનો પર પ્રતિબંધ

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
BIG NEWS | માઉન્ટ આબુમાં ભૂસ્ખલન, રસ્તો ધસી પડતાં ભારે વાહનો પર પ્રતિબંધ 1 - image


Mount Abu Road Collapses After Landslide : રાજસ્થાનમાં આવેલા પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત ધોધમાર વરસાદના કારણે પરિસ્થિતિ વણસી છે. આબુ રોડથી માઉન્ટ આબુના માર્ગ પર સાતઘૂમ પાસે રસ્તા પર ભૂસ્ખલન થયું છે. તંત્રની ટીમોએ ત્યાં બેરિકેડિંગ કર્યું છે તથા રસ્તા પર મોટા વાહનોની અવરજવર પર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

માઉન્ટ આબુમાં રસ્તો ધસ્યો 

માઉન્ટ આબુની ઉપર સ્થિત પર્યટકોને નાના વાહનોમાં બેસાડી ધીમે ધીમે નીચે ઉતારવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં રાત્રિના 8 વાગ્યા બાદ આબુ રોડથી માઉન્ટ આબુ જતાં રસ્તા પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર આવશ્યક ચીજ વસ્તુ લઈ જતાં વાહન તથા સ્થાનિકોને જ જવાની મંજૂરી આપવામાં આવશે. 

પર્યટકોને નાના વાહનોમાં કાઢવામાં આવશે

માઉન્ટ આબુના SDM અંશુપ્રિયાએ જણાવ્યું છે કે રસ્તો ધસી જવાની સૂચના મળતા જ તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પર્યટકોને નાના વાહનોમાં બેસાડી કાઢવામાં આવી રહ્યા છે. માઉન્ટ આબુ માટે આવી રહેલા પર્યટકોને હાલ પૂરતા આબુ રોડ પર જ રોકવામાં આવી રહ્યા છે. રસ્તાના નિર્માણના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. 

વરસાદી સિઝનમાં મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુ પહોંચ્યા છે. એવામાં હજુ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા માઉન્ટ પર સ્થિત પર્યટકોને સુરક્ષિત કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

Tags :