Get The App

ઉ.પ્રદેશ-ઉત્તરાખંડમાં ભારે વરસાદ ઃ કુલ ૧૪ લોકોનાં મોત

ઉત્તર પ્રદેશમાં ડૂબી જવાથી, વીજળી પડવાથી અને સાપ કરડવાથી કુલ ૧૧ લોકોનાં મોત થયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી ત્રણ લોકોએ પ્રાણ ગુમાવ્યા

Updated: Jul 21st, 2024

GS TEAM

Google News
Google News


(પીટીઆઇ)     લખનઉ, તા. ૨૧ઉ.પ્રદેશ-ઉત્તરાખંડમાં ભારે વરસાદ ઃ કુલ ૧૪ લોકોનાં મોત 1 - image

ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૧૧ લોકોનાં મોત થયા છે તેમ રાહત વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે.

રાહત વિભાગના જણાવ્યા અનુસાર મૃતકોમાં પાંચ લોકોનાં મોત ડૂબી જવાથી થયા હતાં જ્યારે અન્ય પાંચ લોકોનાં મોત વીજળી પડવાને કારણે થયા હતાં. ગાઝીપુર જિલ્લામાં એક વ્યકિતનું મોત સાપ કરડવાને કારણે થયું હતું.

ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૭.૩ મિમી વરસાદ નોંધવામાં આવ્યું છે. રાહત વિભાગ અનુસાર આ સમયગાળામાં ૭૫ જિલ્લાઓમાંથી ૧૯માં વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે. હમીરપુર જિલ્લામાં સૌથી વધારે ૧૬૩.૨ મિમી વરસાદ નોંધવામાં આવ્યો હતો.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામના પગપાળા માર્ગ પર રવિવાર સવારે પર્વત પરથી થયેલા ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોનાં મોત થયા છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે.

રુદ્રપ્રયાગના ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવરે જણાવ્યું હતું કે અકસ્માત સવારે ૭.૩૦ કલાકે એ સમયે સર્જાયો જ્યારે પર્વત પરથી પથ્થર અને માટી નીચે પડવા લાગી હતી.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંદે ગુઃખ વ્યક્ત કર્યુ છે. છેલ્લે મળેલા સમાચાર મુજબ બચાવ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું હતું.

Tags :