Get The App

દાર્જિલિંગમાં તારાજી: મૃત્યુઆંક વધીને 30 પહોંચ્યો, 12 કલાકમાં 12 ઈંચ વરસાદ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
દાર્જિલિંગમાં તારાજી: મૃત્યુઆંક વધીને 30 પહોંચ્યો, 12 કલાકમાં 12 ઈંચ વરસાદ 1 - image

Heavy Rain In Darjeeling : આ વર્ષે ચોમાસાની સિઝનમાં ભારતના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં તારાજી સર્જાયેલી. ખાસ કરીને ઉત્તર ભારતમાં અનેક જગ્યાઓએ વિનાશ સર્જાયો હતો. એવામાં હવે વરસાદના કારણે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં તારાજી સર્જાઈ છે. શનિવારે (4 ઓક્ટોબર) મોડી રાતથી ભારે વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં 30 લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. 

દાર્જિલિંગમાં 12 કલાકમાં આશરે 12 ઈંચ વરસાદ

મળતી માહિતી મુજબ, દાર્જિલિંગમાં 12 કલાકમાં આશરે 12 ઈંચ વરસાદના કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. તેવામાં હવામાન વિભાગે હજુ સોમવારે (6 ઓક્ટોબર) પણ રેડ ઍલર્ટ જાહેર કર્યું છે તથા પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તાકીદ કરી છે. 

બીજી તરફ ભુતાન દ્વાર ડેમમાંથી પાણી છોડવામાં આવતા, બંગાળના કૂચબિહાર અને માલદામાં હાઈઍલર્ટ આપવામાં આવ્યું છે. એવામાં બંગાળ રાજ્યમાં આગામી 24 કલાક ભારે સાબિત થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: નેપાળમાં કુદરતનું તાંડવ: 45થી વધુના મોત, અનેક ગુમ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ફસાયા

દાર્જિલિંગમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે NDRF, SDRF તથા સેનાની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. જેમાં અનેક લોકોના જીવ પણ બચાવવામાં આવ્યા છે. વરસાદના કારણે અનેક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.