India

મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના 'હરીફ'ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક

By GS TEAM
12 Nov 20253 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં સત્તારુઢ મહાયુતિ (મહાગઠબંધન)માં બધું ઠીક નથી. આનો સંકેત તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં ચૂંટણી પ્રભારીઓની નિમણૂકથી મળ્યો છે. વાસ્તવમાં ભાજપે રાજ્ય સરકારમાં વનમંત્રી ગણેશ નાઈકને ઠાણે સહિત સાત જિલ્લાઓના ઈન્ચાર્જ બનાવ્યા છે. ખાસ વાત એ છે કે, નાઈકને નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેના હરીફ પણ માનવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના 'હરીફ'ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક

Who is Ganesh Naik: મહારાષ્ટ્રમાં સત્તારુઢ મહાયુતિ (મહાગઠબંધન)માં બધું ઠીક નથી. આનો સંકેત તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં ચૂંટણી પ્રભારીઓની નિમણૂકથી મળ્યો છે. વાસ્તવમાં ભાજપે રાજ્ય સરકારમાં વનમંત્રી ગણેશ નાઈકને ઠાણે સહિત સાત જિલ્લાઓના ઈન્ચાર્જ બનાવ્યા છે. ખાસ વાત એ છે કે, નાઈકને નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેના હરીફ પણ માનવામાં આવે છે.  

કોણ છે ગણેશ નાઈક?

એક અહેવાલ પ્રમાણે નાઈક વરિષ્ઠ નેતાઓને પડકારવા અને મુશ્કેલ રાજકીય પરિસ્થિતિઓમાં અડગ રહેવા માટે જાણીતા છે. ખાસ વાત એ છે કે, તેઓ અવિભાજિત શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેથી અલગ થઈ ગયા હતા, તેમ છતાં તેઓ ઠાણેમાં પોતાની પાર્ટી માટે ઊભા રહ્યા. આ બેઠક પર શિંદેના ગુરુ માનવામાં આવતા આનંદ દિઘેનો દબદબો હતો. 

એવું કહેવાય છે કે, તેમનો મજબૂત જનાધાર યુવાનો અને મજૂરો વચ્ચે છે. તેમના સમર્થનથી જ નાઈક વાશી, નેરુલ, એરોલી, તુર્ભે, ઘનસોલી અને TTC બેલ્ટ એટલે કે ટ્રાન્સ-ઠાણે ક્રીકમાં શિવસેનાનો ચહેરો બન્યા હતા. 1980ના દાયકા સુધીમાં તેઓ નવી મુંબઈમાં એક મોટા નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. અહેવાલો પ્રમાણે જેમ-જેમ શિવસેનાનો વિસ્તાર થતો રહ્યો હતો તેમ-તેમ નાઈકનો વિસ્તાર દિઘેથી વધતો જઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં ઠાકરેએ હસ્તક્ષેપ કરવો પડ્યો અને નવી મુંબઈને નાઈકનો મતવિસ્તાર જાહેર કરી દીધો.

સરકાર અને બાલઠાકરે બંને સાથે અસહમતિ વ્યક્ત કરી

1990ની વિધાનસભા ચૂંટણીમાં નાઈકે બેલાપુરથી પોતાની પ્રથમ ચૂંટણી જીત હાંસલ કરી હતી. તેના 5 વર્ષ પછી તેઓ મનોહર જોશીની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી પણ બન્યા. જોકે, અહીં પણ જોશી અને ઠાકરે સાથે તેમનો સંઘર્ષ ચાલુ રહ્યો. અહેવાલો પ્રમાણે નાઈકે રાજીનામું આપવાનો ઈનકાર કર્યો હતો અને ત્યારબાદ જોશીએ તેમને સરકારમાંથી હાંકી કાઢ્યા હતા.

NCP સાથે હાથ મિલાવ્યો

1990માં નાઈકે અવિભાજિત NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) સાથે હાથ મિલાવ્યો પરંતુ ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા. વર્ષ 2024માં તેમને ફરીથી સફળતા મળી અને તેઓ એક્સાઈઝ મંત્રી બન્યા. 2014માં તેમને ભાજપના ઉમેદવાર મંદા મ્હાત્રે સામે હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ 2019માં તેઓ ભાજપમાં જોડાયા અને એરોલીમાં જીત હાંસલ કરી. પ્રાપ્ત માહિતી પ્રમાણે શિંદેના હરીફ હોવાના કારણે ભાજપ તેમને કેબિનેટમાં સામેલ નહોતી કરી શકી. 

ભાજપ માટે કેમ ખાસ છે

એક અહેવાલ પ્રમાણે ટીટીસીમાં તેમની લાંબા સમયથી હાજરી અને કામદારો અને કોન્ટ્રાક્ટરો સાથેના તેમના સંબંધો તેઓ ઝડપથી સમર્થન મેળવી શકે છે. ઘણા મોટા નેતાઓ સાથે સીધી ટક્કર લેવામી તેમની ક્ષમતા તેમને એવા પસદંગીના નેતાઓમાંથી એક બનાવે છે જે શિંદેને તેમના પોતાના જ ગઢમાં પડકાર આપી શકે છે. આ ઉપરાંત નાઈકના માધ્યમથી નવી મુંબઈ અને ઠાણેના એવા વિસ્તારોમાં ભાજપને સમર્થન મળે છે જ્યાં શિંદેની પહોંચ મર્યાદિત છે.

અહેવાલ પ્રમાણે ગુજરાતીઓ, મુસ્લિમ, ઉત્તર ભારતીયો અને અન્ય પછાત વર્ગોમાં પણ તેમની મજબૂત પકડ છે. 

આ પણ વાંચો: 'જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે', દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી

અલગ-અલગ ચૂંટણી લડવાના સંકેત

ઓક્ટોબરમાં મહારાષ્ટ્રમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સાથે સત્તારુઢ ગઠબંધનમાં સામેલ ભાજપે સંકેત આપ્યો છે કે તે ઠાણે અને નવી મુંબઈમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ એકલા લડશે, જેનો ઉદ્દેશ્ય પોતાના મેયરોને ચૂંટવાનો છે. આ બે મુખ્ય શહેરોમાં ભાજપ દ્વારા એકલા ચૂંટણી લડવાના આ સંકેત બાદ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ પણ તેનો જવાબ આપવા માટે સમાન વ્યૂહરચનાની તૈયારી શરૂ કરી દીધી છે. શિવસેનાનો ઠાણે ક્ષેત્રમાં સારો પ્રભાવ છે.