હરિયાણવી સિંગર હત્યાકાંડ કેસ: શૂટિંગના બહાને બોલાવીને સિંગરની હત્યા, દિલ્હી પોલીસે આ રીતે ઉકેલ્યુ મોતનું રહસ્ય
નવી દિલ્હી, તા. 24
મે2022,મંગળવાર
હરિયાણવી ગાયિકા સંગીતા ઉર્ફે દિવ્યા 11 મે ના રોજથી ગાયબ હતી. જેનો શવ 23મે ના
રોજ સોમવારે રોહતકમાં મળી આવ્યો હતો. સિંગરનુ મર્ડર કરીને તેના શવને પેંકી દેવાયા બાદ
આ કેસમાં પોલીસે હત્યારાઓની ધરપકડ કરી લીધી છે.
આ કેસ દિલ્હી પોલીસના જાફરપુર કલાન પોલીસ સ્ટેશને મોટી કાર્યવાહી હાથ ધરીને
હરિયાણાની યુવા ગાયિકા સંગીતા ઉર્ફે દિવ્યાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ કેસમાં
તપાસ બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ રવિ અને
નવીન છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ આલ્બમ શૂટ કરવાના બહાને તેની હત્યા
કરી હતી.
શું છે આ હત્યાનું કારણ?
સંગીતા દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં રહેતી હતી. આરોપીઓએ તેને મહેમ વિસ્તારમાં
ગીતનું આલ્બમ શૂટ કરવાની ઓફર કરીને બોલાવી હતી. તે જ સમયે આરોપીઓએ તેની હત્યા
કરીને શવને નેશનલ હાઈવેની બાજુમાં છુપાવી દીધી હતી. આરોપીઓએ મેહમ વિસ્તારમાં સિંગર
સંગીતા ઉર્ફે દિવ્યાને બોલાવીને તેની હત્યા કરી લાશને ફેંકી દીધી હતી.
જે બાદ કેટલાક સ્થાનિક લોકોએ આ ઘટના વિશે પોલીસને સૂચના આપી હતી. મહેમ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ સંગીતાનો મૃતદેહ શોધ્યો અને આ સિંગરની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
પરિવારે ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો
આ મર્ડર કેસમાં પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા સંગીતાના પરિવારજનોએ સંગીતાના ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો. સંગીતાનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હોવાથી દિલ્હીમાં તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. જ્યારે દિલ્હી પોલીસે તપાસ દરમિયાન હરિયાણા પોલીસનો સંપર્ક કર્યો તો મૃતદેહની માહિતી મળી હતી.જે બાદ દિલ્હી પોલીસે પહોંચીને વધુ તપાસ શરૂ કરી હતી.
દિલ્હીના દ્વારકા જિલ્લા વિસ્તારમાં ભીમ આર્મી દ્વારા વિરોધ પ્રદર્શન
સિંગર સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો શેર કરતી હતી. 21 મેના રોજ, સિંગરે તેના પરિવારને કહ્યું કે, તે એક મ્યુઝિક
આલ્બમના શૂટિંગ માટે ભિવાની જઈ રહી છે અને મોડી સાંજ સુધીમાં આવશે, પરંતુ બે દિવસ પછી જ સિંગર સંગીતાન મૃત્યુના
સમાચાર પોલીસ દ્વારા પરિવારને આપવામાં આવ્યા.
આ કેસની માહિતી મળતાં જ ભીમ આર્મી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકરો
સંગીતાના મૃતદેહને લઈને જાફરપુર કલાન પોલીસ સ્ટેશનની બહાર બેસી ગયા હતા અને પોલીસકર્મીઓ
પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો હતો.
રેપ થયો છે કે નહી તે અંગે તપાસની માંગ
ભીમ આર્મીની માંગ છે કે, હરિયાણવી સિંગર સંગીતા પર સામૂહિક બળાત્કાર થયો હતો
અને પછી તેની હત્યા કરવામાં આવી હતી? આ એંગલથી પણ પોલીસે તપાસ કરવી જોઇએ. સંગીતા
દલિત પરિવારની હતી.
સંગીતા મર્ડર કેસમાં દ્વારકા જિલ્લાના ડીસીપી શંકર ચૌધરીએ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં અને મેડિકલ તપાસ દરમિયાન રેપ કે ગેંગ રેપ જેવી કોઈ વાત સામે આવી નથી, પરંતુ કેસની તાકીદને જોતા અમારી ટીમ અને હરિયાણા દરેક સંભવિત ઇનપુટ પર પોલીસ ટીમ તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.