હરિયાણામાં જાણીતી મોડેલની ચકચારી હત્યા, બદમાશોએ ગળું કાપી મૃતદેહ નહેરમાં ફેંક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twitter
Haryanvi Model Sheetal Murder: હરિયાણામાં સોનીપતના ખરખોડામાં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. જ્યાં હરિયાણવી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંમાં કામ કરતી શીતલ નામની એક મોડેલની બદમાશોએ ગળું કાપીને ક્રૂર હત્યા કરી નાખી છે. મોડેલનો મૃતદેહ ખાંડા ગામ નજીક રિલાયન્સ નહેરમાંથી મળી આવ્યો છે. હાલમાં માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને બદમાશોની તલાશ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક મોડેલ શીકલ પાનીપતની રહેવાસી હતી. છેલ્લા બે દિવસોથી તે ગુમ થઈ ગઈ હતી. જે અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગુમ થવા અંગે કેસ નોંધ્યો હતો. બીજી તરફ આ વચ્ચે શીતલનો મૃતદેહ ખાંડા ગામ નજીક રિલાયન્સ નહેરમાંથી મળી આવ્યો છે.
સોનીપત પોલીસે હત્યાકાંડની તપાસ હાથ ધરી
સોનીપત પોલીસે જણાવ્યું કે, મોડેલ શીતલની બદમાશોએ તીક્ષ્ણ હથિયારોથી ગળું કાપીને હત્યા કરી નાખી છે. તેમનો મૃતદેહ એક કેનાલમાંથી મળી આવ્યો છે. છેલ્લા બે દિવસથી તે ગુમ હતી. ત્યારબાદ પરિવારજનોની ફરિયાદના આધારે ગુમ થવાનો કેસ નોંધ્યો હતો.
જોકે, હજું હત્યારાઓની ઓળખ નથી થઈ શકી. સોનીપક પોલીસ આ હત્યાકાંડની ગંભીરતાથી તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે. હાલમાં મોડેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કાવ્યા મારન સાથેના લગ્નની વાતને સ્ટાર સિંગરે અફવા ગણાવી, જુઓ શું રિએક્શન આપ્યું
શીતલની બહેન નેહાએ મતલૌડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, મારી 23 વર્ષીય બહેન શીતલ જે હરિયાણવી આલ્બમમાં મોડેલ તરીકે કામ કરે છે, તે 14 જૂને અહર ગામમાં શૂટિંગ માટે ગઈ હતી, પરંતુ હજું ઘરે પરત નથી ફરી. હત્યાની પુષ્ટિ કરતા સોનીપત ડીએસપીએ જણાવ્યું હતું કે, હત્યારાઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
બે દિવસ પહેલા પોતાના સાથી સાથે કારમાં સવાર થઈને નીકળી હતી
બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શીતલ તેના પુરુષ મિત્ર સાથે કારમાં નીકળી હતી. આ દરમિયાન તેના પુરુષ મિત્રની કાર નહેરમાં પડી ગઈ. નહેરમાંથી કાર બહાર કાઢતી વખતે તેનો મિત્ર સુનિલ બચી ગયો. સુનિલની પાનીપતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.









