India

VIDEO: હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના: અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

By GS TEAM
7 Feb 20261 min read
TukuTouch Logo
હરિયાણાના ફરીદાબાદમાં આયોજિત સૂરજકુંડ મેળામાં શનિવારે (સાતમી ફેબ્રુઆરી) મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મેળામાં એક વિશાળ રાઈડ અચાનક તૂટી પડતા મેળામાં હાજર લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં એક પોલીસ અધિકારીનું મોત થયું. આ સિવાય અંદાજે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના: અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

Haryana Surajkund Fair Tragedy: હરિયાણાના ફરીદાબાદમાં આયોજિત સૂરજકુંડ મેળામાં શનિવારે (સાતમી ફેબ્રુઆરી) મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મેળામાં એક વિશાળ રાઈડ અચાનક તૂટી પડતા મેળામાં હાજર લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં એક પોલીસ અધિકારીનું મોત થયું. આ સિવાય અંદાજે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

બચાવની કામગીરી શરૂ

અહેવાલો અનુસાર, ફરીદાબાદમાં આયોજિત સૂરજકુંડ મેળામાં શનિવારની સાંજે રાઈડઅચાનક તૂટી પડ્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, જ્યારે ઝૂલો પૂરઝડપે ફરી રહી હતી ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે તેનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. ઝૂલોમાં બેઠેલા લોકો જમીન પર પટકાયા હતા અને આસપાસ ઉભેલા લોકો પણ તેની ઝપેટમાં આવ્યા હતા. દુર્ઘટના બાદ મેળામાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો પોતાની જાન બચાવવા દોડતા જોવા મળ્યા હતા.

દુર્ઘટનાની જાણ થતા જ ફરીદાબાદના જિલ્લા નાયબ કમિશનર (DC), પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેક્ટર અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.