Get The App

દુશ્કર્મી રામ રહીમ ફરી જેલમાંથી 21 દિવસ રહેશે બહાર, 8મી વખત પેરોલની મંજૂરી મળી

સજા બાદ રામરહીમને 8મી વખત પેરોલ મળી, 11 વખત જેલમાંથી બહાર આવ્યો

રામરહીમને અત્યાર સુધીમાં 7 વખત પેરોલ અપાઈ, જેમાં તે કુલ 163 દિવસ જેલની બહાર રહ્યો

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
દુશ્કર્મી રામ રહીમ ફરી જેલમાંથી 21 દિવસ રહેશે બહાર, 8મી વખત પેરોલની મંજૂરી મળી 1 - image

રોહતક, તા.20 નવેમ્બર-2023, સોમવાર

દુષ્કર્મ અને હત્યાનાં ઢગલાબંધ આરોપમાં જેલમાં સજા કાપી રહેલા જાણીતા સંત અને ડેરા સચ્ચા સૌદાનાં વડા ગુરમીત રામ રહિમે ફરી એકવાર 21 દિવસની પૈરોલ મળી છે. થોડા સમય બાદ રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવશે. રામરહીમ આવતીકાલે સવારે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા આશ્રમ જઈ શકે છે. ફર્લોની જાણ થતાં જ પોલીસે જેલની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. રામરહીમના ફર્લો માટે સોમવારે મોડી રાત્રે અથવા બુધવારે સવારે સત્તાવાર રીતે જેલ તંત્રને પત્ર મળી શકે છે.

રામરહીમે ત્રણ દિવસ પહેલા ફર્મો માટે અરજી દાખલ કરી હતી

ગુરમીતને સાધ્વી પર દુષ્કર્મના કેસમાં વર્ષ 2017માં સજા સંભળાવાઈ હતી. ત્યારબાદ છત્રપતિ હત્યાકાંડ અને રણજીત હત્યાકાંડમાં પણ તેને સજા થઈ છે. રામરહીમે ત્રણ દિવસ પહેલા ફર્મો માટે અરજી દાખલ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. સોમવારે સાંજે ફર્લોની જાણ થતાં જ પોલીસે સુરક્ષા વધારી દીધી છે.

શિવાજી કોલોની પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રદીપ કુમારના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે આઉટર હિસાર બાઈપાસ, રૂપયા ચોકથી લઈને આઈએમએમએ સુધી તપાસ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રામરહીમ મંગળવારે સવારે બરનાવા આશ્રમ જઈ શકે છે. ડીએસપીના નેતૃત્વમાં પોલીસની ટીમ તેને ઉત્તર પ્રદેશ છોડીને પરત ફરશે.

ગુરમીત જેલમાંથી ક્યારે બહાર આવ્યો ?

  • 20 ઓક્ટોબર 2020 : માતાને મળવા માટે એક દિવસની પેરોલ
  • 12 મે 2021 : બ્લડ પ્રેશર અને ગભરામણની ફરિયાદ પર તપાસ માટે PGIમાં લવાયો
  • 17 મે 2021 : માતાને મળવા માટે એક દિવસની પેરોલ
  • 3 જૂન, 2021 : પેટમાં દુખાવાની ફરિયાદ પર PGI લવાયો
  • 8 જૂન, 2021 : આરોગ્ય તપાસ માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લવાયો
  • 13 જુલાઈ, 2021 : તપાસ માટે એઈમ્સમાં લઈ જવાયો
  • ફેબ્રુઆરી 2022 : 21 દિવસ માટે પેરોલ
  • જૂન 2022 : 30 દિવસ માટે પેરોલ
  • ઓક્ટોબર 2022 : 40 દિવસ માટે પેરોલ
  • 21 જાન્યુઆરી 2023 : 40 દિવસ માટે પેરોલ
  • 20 જુલાઈ 2023 : 30 દિવસ માટે પેરોલ

Google NewsGoogle News