હરિયાણા સરકારે 17 જિલ્લામાં લગાવેલા ઇન્ટરનેટ પ્રતિબંધને લંબાવ્યો, આવતી કાલ સંજ સુધી ઇન્ટરનેટ બંધ રહશે
ચંદીગઢ, તા. 30 જાન્યુઆરી 2021, શુક્રવાર
સિંઘુ બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતો, પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ હરિયાણા સરકારે કેટલાક જિલ્લામં ઇન્ટરનેટ અને સેમએસ સેવા પર પ્રતિબંધ મુક્યો હતો. આ પહેલા પણ કેટલાક જિલ્લામાં 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા બાદ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો હતો. આમ હરિયાણાના કુલ 17 જિલ્લાની અંદર ઇન્ટરનેટ પર આજે સાંજ સુધી પ્રતિબંધ મુક્યો હતો. ત્યારે હવે સરકારે આ પ્રતિબંધને લંબાવ્યો છે.
હરિયાણા સરકારે આ પ્રતિબંધને લંબાવ્યો છે. હરિયાણા સરકારે આવતીકાલ એટલે કે 31 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી આ પ્રતિંબધને લંબાવ્યો છે. જેમાં અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાનીપત, હિસાર, જીંદ, રોહતક, ભિવાની, ચરખી દાદરી, ફતેહાબાદ, રેવાડી, સોનીપત, પલવલ, ઝજ્જર અને સિરસાનો સમાવેશ થાય છે. પહેલા સરકારે આ તમામ જિલ્લામાં 30 જાન્યુઆરી સાંજ સુધી ઇન્ટરનેટ બંધ કર્યુ હતું.
એક સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું કે મોબાઇલ રિચાર્જ અને બેન્કિંગ મેસેજને છોડીને તમામ એસએમએસ સર્વિસ આવતી કાલ સાજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. વોઇસ કોલ શરુ રહેશે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા મંગળવારે ટલે કે 26 જાન્યુઆરીના દિવસે સોનીપત, પલવલ અને ઝજ્જર જિલ્લામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.