India

અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના

By GS TEAM
4 Nov 20252 mins read
TukuTouch Logo
હરિયાણાના સોનીપત જિલ્લાના ગન્નોર વિસ્તારમાંથી ફાયરિંગની હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જૂની અદાવતમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. મૃતક રામકરણ ક્રિકેટ કોચ પણ હતો. આ ઘટના ગન્નૌરના એસ.ડી.એચ સરકારી હોસ્પિટલ પાસે બની હતી. આ હત્યાથી સમગ્ર જિલ્લામાં સનસની ફેલાઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના

Haryana Cricket Coach Murder: હરિયાણાના સોનીપત જિલ્લાના ગન્નોર વિસ્તારમાંથી ફાયરિંગની હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જૂની અદાવતમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. મૃતક રામકરણ ક્રિકેટ કોચ પણ હતો. આ ઘટના ગન્નૌરના એસ.ડી.એચ સરકારી હોસ્પિટલ પાસે બની હતી. આ હત્યાથી સમગ્ર જિલ્લામાં સનસની ફેલાઈ ગઈ છે. 

આ હત્યાની પાછળનું કારણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જૂની અદાવત છે. મૃતકની પુત્રવધૂ વોર્ડ 12ના મ્યુનિસિપલ કાઉન્સિલર છે. આરોપી સુનીલ લંબૂ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કાર્યવાહક અધ્યક્ષ રહી ચૂક્યો છે.  રામકરણનું સારવાર દરમિયાન એક પ્રાઈવેટ હોસ્પિટલમાં મોત થઈ ગયું છે. 

ચૂંટણીની જૂની અદાવતમાં હત્યાને આપ્યો અંજામ

આ હત્યાની ઘટનાને ગન્નૌર એસડીએચ સરકારી હોસ્પિટલની નજીક અંજામ આપવામાં આવ્યો હતો. મૃતક રામકરણની પુત્રવધૂ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 12 ના કાઉન્સિલર છે. આ હત્યાનું મુખ્ય કારણ મ્યુનિસિપલ ચૂંટણીઓ સંબંધિત જૂની અદાવત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આરોપી સુનીલ લંબૂ પણ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યવાહક અધ્યક્ષ રહી ચૂક્યો છે. પરસ્પર અદાવતમાં રામકરણની ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. 

આ પણ વાંચો: દેવ દિવાળીએ બનશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થવાની શક્યતા

પોલીસે શરૂ કરી કાર્યવાહી

ઘટનાની સૂચના મળતાં જ સોનીપત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ઘટનાની જાણકારી લીધી. રામકરણનું બાદમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું. મૃતકના પરિવાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે સોનીપત ગન્નૌર પોલીસ સ્ટેશને હત્યાનો કેસ નોંધ્યો છે અને આ મામલે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે.