Get The App

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર સહિત 6ની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર સહિત 6ની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો 1 - image


Jyoti Malhotra spying for Pakistan: ભારતમાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ સાથે લોકપ્રિય ટ્રાવેલ બ્લોગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથેના સંબંધોના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તે 'ટ્રાવેલ વિથ જો' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને પાકિસ્તાનની યાત્રા દરમિયાન તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના એજન્ટોના સંપર્કમાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે હરિયાણા અને પંજાબના અલગ અલગ ભાગોના છે.

પ્રાપ્ત માહિતી અનુસર જ્યોતિ મલ્હોત્રાએ વર્ષ 2023માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેણે કમિશન દ્વારા વિઝા મેળવીને આ યાત્રા કરી હતી. આ દરમિયાન જ્યોતિની મુલાકાત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઇ હતી. દાનિશના માધ્યમથી જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટો સાથે થયો હતો. જેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શહબાઝ નો સમાવેશ થાય છે. જ્યોતિએ પોતાના ફોનમાં તેમનું નામ 'જટ્ટ રંધાવા' તરીકે સેવ કર્યું હતું

ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, જેના આધારે ધરપકડ કરાયેલા છ લોકોમાં જ્યોતિનો પણ સમાવેશ થાય છે. જ્યોતિનો પરિચય દાનિશ અને તેના સહયોગી અલી અહસાનના માધ્યમથી પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ (PIO) સાથે થયો હતો.જેમણે જ્યોતિની પાકિસ્તાનમાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કરી હતી. જ્યોતિએ પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે ગાઢ સંબંધો બનાવ્યા અને તાજેતરમાં તેની સાથે ઇન્ડોનેશિયા બાલી પણ ગઇ હતી.

જ્યોતિએ ભારતીય સ્થળો સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરી હોવાનો આરોપ છે. દિલ્હીમાં રોકાણ દરમિયાન તે પીએચસી હેન્ડલર દાનિશના સંપર્કમાં હતી. આ મામલે લેખિત કબૂલાત નોંધવામાં આવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે.

Tags :