જે અગ્નિવીર વીરતા પુરસ્કાર જીતશે તેને 2 કરોડનું ઈનામ આપીશું, હરિયાણા સરકારની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Haryana Agniveer Award: હવે હરિયાણામાં સેના, વાયુસેના અને નૌકાદળના જવાનો અધિકારીઓ મુજબ વીરતા પુરસ્કાર વિજેતા અગ્નિવીરોને પણ 2 કરોડ રૂપિયા સુધીનો કેશ એવોર્ડ આપવામાં આવશે.
આ ઉપરાંત યુદ્ધ, આતંકવાદીઓ સામેની કાર્યવાહી અથવા ફરજ દરમિયાન મૃત્યુ પામનાર અગ્નિવીરોના આશ્રિતોને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. લશ્કરી અને અર્ધલશ્કરી કલ્યાણ વિભાગ દ્વારા વીરતા પુરસ્કાર વિજેતા અગ્નિવીરોને કેશ એવોર્ડ પુરસ્કાર અને યુદ્ધમાં શહીદ થયેલા લોકોના આશ્રિતોને અનુદાન આપવાના આદેશો જારી કરવામાં આવ્યો છે. આ આદેશો આ વર્ષે 17 જૂનથી લાગુ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો: મુંબઈ આવતા ડ્રીમલાઈનર વિમાનમાં ખરાબી, 300 મુસાફરોના જીવ પડીકે બંધાયા, 7 બીમાર
પરમવીર ચક્ર વિજેતાને 2 કરોડ રૂપિયા
આ સાથે પરમવીર ચક્ર વિજેતાને 2 કરોડ રૂપિયા, મહાવીર ચક્ર વિજેતાને 1 કરોડ રૂપિયા અને વીર ચક્ર વિજેતાને 50 લાખ રૂપિયા મળશે. એજ પ્રમાણે સેના, નૌકાદળ અને વાયુસેનાના ચંદ્રક વિજેતાઓને 21 લાખ રૂપિયા અને મેન્શન ઇન ડિસ્પેચ (શૌર્ય) ચંદ્રક વિજેતાને 10 લાખ રૂપિયા આપવામાં આવશે.
અશોક ચક્ર માટે એક કરોડ
શાંતિકાલિન વીરતા પુરસ્કારોની શ્રેણીમાં અશોક ચક્ર માટે 1 કરોડ, કીર્તિ ચક્ર માટે 51 લાખ, શૌર્ય ચક્ર મળવા પર 31 લાખ રુપિયા આપવામાં આવશે. સેના, નૌકાદળ અને વાયુદળ મેડલ વિજેતાને 10 લાખ રુપિયા અને મેન્શન ઇન ડિસ્પેચ (વીરતા) એવોર્ડ માટે 7.5 લાખ રૂપિયા આપવામાં આવશે. શાંતિ કાળના વિશિષ્ટ/ કર્તવ્ય પ્રતિ સમર્પણ પુરસ્કાર વિજેતાઓ મામલે સેના, નૌકાદળ, વાયુદળ મેડલ વિજેતા તથા રાષ્ટ્રીય કોસ્ટ ગાર્ડ મેડલ માટે 1.75 લાખ રુપિયા અને કોસ્ટ ગાર્ડ મેડલ પર 1.50 લાખ કેશ એવોર્ડ મળશે.
આ ઉપરાંત મુખ્ય વાત એ છે કે, વીરતા પુરસ્કાર વિજેતા અગ્નિવીરને જો ફરી કોઈ પુરસ્કાર મળે છે તો તેને એ શ્રેણીનો કેશ એવોર્ડ ફરીથી આપવામાં આવશે. જો કે, આ પુરસ્કાર માટે કોઈ અન્ય રાજ્ય તરફ અનુદાન જાહેર કરવામાં આવ્યું હોય તો, તેવા કિસ્સામાં હરિયાણા સરકાર ફરી કેશ એવોર્ડ નહી આપે. હરિયાણા મૂળના દરેક અગ્નિવીર કેશ એવોર્ડના પાત્ર રહેશે, પછી ભલે તે કોઈ પણ રાજ્યના કેમ ન હોય.
વિવાદોથી બચવા શહીદના આશ્રિતોનો હિસ્સો ફિક્સ
મરણોત્તર પુરસ્કારો અને યુદ્ધમાં જાનહાનિના કિસ્સામાં આશ્રિતોમાં કોઈ વિવાદ ન થાય તે માટે રોકડ પુરસ્કાર નજીકના સંબંધીઓમાં નિશ્ચિત રકમમાં વહેંચવામાં આવશે.








