Get The App

VIDEO: જિમમાં કસરત કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, વજન ઓછું કરવાના ચક્કરમાં ગયો જીવ!

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: જિમમાં કસરત કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, વજન ઓછું કરવાના ચક્કરમાં ગયો જીવ! 1 - image


Haryana News : સતત નાની વયે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ક્યારેક જિમમાં તો ક્યારે ક્રિકેટ રમતાં રમતાં યુવાનો ઢળી પડતાં હોય છે, નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતા સમાજ અને લોકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હરિયાણાના ફરીદાબાદમાં જિમમાં કસરત કરતા 35 વર્ષિક યુવકનું મોત થયું છે. પંકજ શર્મા નામનો યુવક મંગળવારે સવારે 10.00 કલાકે જિમમાં કસરત કરી રહ્યો હતો, આ દરમિયાન તે અચાનક જિમની જમીન પર પડ્યો હતો, જેનો CCTV ફુટેજ સામે આવ્યો છે.

કસરત કરતી વખતે ધડામ દઈને પડ્યો

પંકજે જિમમાં પહોંચ્યા પહેલા એક કપ બ્લેક કોફી પીધી હતી અને પછી જિમમાં કસરત શરૂ કરી હતી. સવારે 10.20 કલાકના સીસીટીવી ફુટેજમાં પંકજ ખભાની કસરત કરતો જોવા મળી રહ્યો છે. થોડી મિનિટમાં બાદ તેણે ટ્રાઈસેપ્સ એક્સટેન્શન શરૂ કરી હતી, પછી તે બે મિનિટમાં જ અચાનક પડી ગયો હતો. ત્યાં દૂર ઉભેલા એક યુવકે પંકજના પડવાનો અવાજ સાંભળ્યો અને તુરંત દોડીને આવ્યો હતો. થોડી જ મિનિટોમાં ત્યાં અનેક લોકો આવી ગયા હતા. પંકજના ચહેરા પર પાણીનો છંટકાવ પણ કરાયો હતો. ત્યાંના લોકોને લાગ્યું કે, યુવક બેહોશ થઈ ગયો છે, તેથી તેને હોંશમાં લાવવાનો પ્રયાસ કરાયો. ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવી તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ પંકજને મૃત જાહેર કર્યો છે.

175 કિલોનું વજન હોવાથી ઉપાડવામાં મુશ્કેલી થઈ

ટ્રેનલ પુનીતે કહ્યું કે, ‘પંકજ કોઈ ભારે કસરત કરી રહ્યો ન હતો. તેનું વજન 175 કિલોનું હોવાથી તેને ઉપાડવામાં મુશ્કેલી પડી હતી. તેથી તુરંત ડૉક્ટરને બોલાવાયા હતા. પ્રાથમિક તપાસમાં પંકજને હાર્ટએટેક આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસને પણ માહિતી આપી દેવાઈ છે. પંકજના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને સોંપી દેવાયો છે. પંકજ વેપારી હતો અને તે પાંચ મહિનાથી જિમમાં કસરત કરી રહ્યો હતો.

આ પણ વાંચો : તમારી આ ટેવ બ્લડ પ્રેશર વધવાનું બની રહે છે કારણ, આજથી જ સુધારો કરો

મહિસાગરમાં 17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત

આ પહેલા ગુજરાતના મહિસાગર જિલ્લાના વિરપુરના કસ્બા વિસ્તારમાં રહેતો 17 વર્ષના કિશોર ક્રિકેટ રમી ઘરે આવ્યા બાદ તેને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજયું હતું. વિરપુરના કસ્બા વિસ્તારમાં રહેતો સૈયદ ફરહાન અલી મકબુલ અલી (ઉ.વ.17) મિત્રો સાથે 28 જૂને ક્રિકેટ રમવા ગયો હતો. આ બાદમાં રમત પૂરી કર્યા બાદ તે પોતાના ઘરે પરત આવ્યો હતો. ફરહાન ઘરમાં પાણી પીતો હતો. તે સમયે અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. આથી ફરહાનના પરિવારજનો ચોકી ગયાં હતાં. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં. પરંતુ ફરજ પરના તબીબે ફરહાનને તપાસ કરતાં  મૃત જાહેર કર્યો હતો.

પંજાબના ફિરોઝપુરમાં ક્રિકેટ મેચ દરમિયાન બેટરને હાર્ટ એટેક આવ્યો

પંજાબના ફિરોઝપુરમાં 29 જૂને એક ક્રિકેટ મેચ દરમિયાન એક બેટરને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ હરજીત સિંહ તરીકે થઈ છે. તે કારપેન્ટર તરીકે કામ કરતો હતો અને એક પુત્રનો પિતા હતો. ગુરુહરસહાયમાં આવેલી DAV સ્કૂલના મેદાનમાં ક્રિકેટ મેચમાં હરજીત સિંહ સવારે બેટિંગ કરી રહ્યો હતો. મેચ દરમિયાન તેણે 49 રન કર્યા હતા, ત્યાર બાદ હરજીત સિક્સર ફટકારી અને પછી અચાનક પીચ પર બેસી ગયો હતો. સાથી ખેલાડીઓએ તેને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેભાન થઈ ગયો હતો. ખેલાડીઓએ તરત જ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. હરજીતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. શરૂઆતની તપાસમાં મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું બહાર આવ્યું છે. 

આ પણ વાંચો : વિટામિન ડી રોગ પ્રતિકારક શક્તિ માટે પણ જરૂરી, જાણો શરીરમાં તેનું સંતુલન કેવી રીતે જાળવી શકાય

Tags :