Get The App

VIDEO: 'વિનેશ ફોગાટ અમારી હીરો', હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન

Updated: Apr 12th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: 'વિનેશ ફોગાટ અમારી હીરો', હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું મોટું નિવેદન 1 - image

CM Nayab Singh Saini On Vinesh Phogat : ઓલિમ્પિયન અને પૂર્વ કુસ્તીબાજ વિનેશ ફોગાટને હરિયાણા સરકાર તરફથી 4 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ અને હરિયાણા શહેરી વિકાસ સત્તામંડળ (HSVP) હેઠળ એક પ્લોટ આપવામાં આવશે. જેને લઈને આજે શનિવારે (12 એપ્રિલ, 2025) રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે, 'વિનેશ ફોગાટના સન્માનમાં કોઈ ખામી રાખવામાં આવશે નહીં.'

વિનેશ ફોગાટ વિશે હરિયાણાના મુખ્યમંત્રીએ શું કહ્યું?

હરિયાણા સરકાર તરફથી વિનેશ ફોગાટને સન્માનિત કરવાની વાતને લઈને મુખ્યમંત્રી સૈનીએ કહ્યું કે, 'આ કોઈ રાજનીતિનો વિષય નથી. વિનેશ ફોગાટનો મામલો આંતરરાષ્ટ્રીય સ્તરનો હતો અને અમે તે સમયે પણ કહ્યું હતું કે, અમે ફોગાટના સન્માનમાં કોઈ ખામી નહી રાખીએ. તે અમારી હીરો છે અને અમે તેના સન્માનને અકબંધ રાખીશું. વિનેશ નિરાશા ન અનુભવે એટલે માટે સરકાર તેમની સાથે ઉભી છે.'


'સરકારી નોકરીની ઓફર કરવામાં આવી હતી'

હરિયાણા સરકારના મંત્રી ગૌરવ ગૌતમે આજે શનિવારે કહ્યું હતું કે, 'રાજ્યના મુખ્યમંત્રી સૈની જે પણ વચનો આપે છે તે પૂરા કરે છે. સરકાર દ્વારા વિનેશ ફોગાટને સરકારી નોકરીની પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે રોકડ પુરસ્કાર અને પ્લોટનો વિકલ્પ પસંદ કર્યો.'

તેમણે કહ્યું કે, 'હરિયાણાના યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને સરકાર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. 2036માં ભારત ઓલમ્પિક હોસ્ટ કરશે. જેમાં હરિયાણાના યુવાનોને 36 મેડલ લાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.'

આ પણ વાંચો: આગ્રામાં કરણી સેનાનો હલ્લાબોલ, હજારો લોકોએ તલવારો લહેરાવી: રામજી લાલની માફીની માંગ

'ખેલાડીની મહેનતનું સન્માન એ જ સાચી જીત'

એવોર્ડની જાહેરાત પર વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'ખરી જીત ત્યારે થાય છે જ્યારે ખેલાડીની મહેનતનું સન્માન કરવામાં આવે છે. જનતાએ મને ઘણું બધું આપ્યું છે. પ્રેમ, આદર, વિશ્વાસ, હિંમત અને દૃઢ નિશ્ચય. હવે આ બધાનો ઋણ ચૂકવવાનો સમય છે. એક જનપ્રતિનિધિ તરીકે અને હું જે સંઘર્ષનો ભાગ રહી છું તેને ધ્યાનમાં રાખીને મારી જવાબદારીઓ હવે ફક્ત એક ખેલાડીની નહીં, પરંતુ હજારો સપનાઓની છે. જે રમતગમત દ્વારા સુરક્ષિત વાતાવરણમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છે છે.