વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આ મહિલા કોણ છે?
- સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર 2017 સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એક મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જે બાબતે કેટલાય પ્રકારની લોકો ચર્ચા કરી રહ્યા છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા હોય કે પછી પેપ્સિકોના સીઈઓ ઈન્દ્રા નૂયી. જે મોટી હસ્તીઓને મોદી મળતા હોય છે લગભગ તેમની સાથે આ મહિલા જોવા મળતી હોય છે. એવામાં એ પ્રશ્ન ઉભો થાય કે આ મહિલા કોણ છે?
જોકે, આ મહિલા કોઈ નેતા કે ડિપ્લોમેટ નથી પરંતુ ઈન્ટરપ્રિટેટર (અનુવાદક) છે. જેનું નામ છે ગુરદીપ કોર ચાવલા. જ્યારે પણ મોદી વિદેશના પ્રવાસે હોય ત્યારે ગુરદીપ ઘણીવાર તેમની સાથે હાજર હોય છે.
જ્યારે મોદી હિંદીમાં ભાષણ આપે છે ત્યારે ગુરદીપ તે ભાષણનું અંગ્રેજીમાં અનુવાદ કરે છે. જેનાથી વિદેશી મહેમાન અને નેતા પીએમ મોદીની વાત સમજી શકે.
27 વર્ષોથી અનુવાદક તરીકે કામ કરી રહેલી ગુરદીપે 1990માં ભારતીય સંસદમાંથી કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે 1996માં લગ્ન બાદ તેમને આ કામ છોડી દેવુ પડ્યુ. તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ 2010માં આવ્યો જ્યારે તેમને ઓબામાના અનુવાદક બનવાની તક મળી.
જ્યારે ઓબામા પહેલીવાર ભારતના પ્રવાસે આવ્યા તો ગુરદીપ તેમની સાથે અનુવાદક બનીને આવ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત પૂર્વ વડાપ્રધાન મનમોહન સાથે પણ થઈ હતી.
લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

