Get The App

ગુજરાતનું અધધ રૂ. 4,08,053 કરોડનું બજેટ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતનું અધધ રૂ. 4,08,053 કરોડનું બજેટ 1 - image

- દરિયાકાંઠાના વિકાસ માટે રૂ. 6600 કરોડ, ટેક્સટાઈલ વિકાસ માટે રૂ.2755 કરોડની ફાળવણી

- જીડીપીના ત્રણ ટકા સુધીનું બોરોઇંગ કરી શકાય પરંતુ સરકારે માત્ર બે ટકા જ બોરોઇંગ કર્યું હોવાની બાબત ગુજરાતની આર્થિક સંગીનતાનો અંદાજ આપે છે

- અમદાવાદ પછી હવે મહેસાણા, સુરત, રાજકોટ અને વડોદરા ખાતે પ્રાદેશિક આઈ-હબ ડેવલપ કરવાનું આયોજન, રૂ. 80 કરોડ ફાળવાયા

- ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનું પાંચમું બજેટ 

અમદાવાદ : ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈદેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં ૨૦૨૬-૨૭ના વર્ષ માટે રૂ. ૪,૦૮,૦૫૩ કરોડના કદનું બજેટ રજૂ કર્યું છે. ગયા વર્ષની સરખામણીમાં બજેટના કદમાં આ વરસે ૧૦.૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વરસે રૂ. ૩.૭૦ લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેની સરખામણીમાં આ વરસે બજેટનું કદ રુ. ૩૭,૮૦૩ કરોડ વધુ છે. જોકે આ વરસે બજેટના માધ્યમથી ગુજરાતની પ્રજાને માથે કોઈ જ વેરાનો બોજ નાખવામાં આવ્યો નથી. બીજીતરફ બજેટના માધ્યમથી ઇલેક્ટ્રિક ટુ વ્હિલર અને ફોર વ્હિલર ખરીદનારાઓને ઉચ્ચક વેરામાં પાંચ ટકાની રાહત આપીને એક ટકો જ ઉચ્ચક વેરો લેવાનું નક્કી કર્યું છે.તેમ છતાં બજેટ રૂ. ૧૧૮૪ કરોડની પુરાંત વાળું બજેટ છે. મહેસૂલી  પુરાંત ૨૫,૫૮૭કરોડની છે. મહેસૂલી પુરાંત સરકારની કુલ આવક અને કુલ જાવક વચ્ચેનો ગાળો દર્શાવે છે. ગુજરાત સરકાર છેલ્લા દસ વર્ષથી પુરાંતવાળું બજેટ આપી રહી છે.  

જોકે બજેટનું કદ વધવાને કારણે લોન કે ધિરાનના સ્વરૂપમાં વધુ દેવું કરવામાં આવે તે વ્યાજ ખર્ચનો બોજો વધી શકે છે. પરિણામે માથાદીઠ દેવું વધી શકે છે. જોકે કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે સરકાર ગુજરાતના જીડીપીના  ત્રણ ટકા સુધીનું બોરોઇંગ કરી શકે છે. પરંતુ ગુજરાત સરકારે માત્ર બે ટકા જેટલું જ બોરોઇંગ કર્યું છે.  તેથી ગુજરાતની સ્થિતિ સમગ્ર દેશના રાજ્યો કરતાં ઘણી વધારે સંગીન છે. ફાઈનાન્સ સેક્રેટરી અને આઈએએસ સંદીપ કુમારે બજેટના પાસાંઓનો અંદાજ આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા દેવાના વ્યાજનો ખર્ચ બોજ સતત ઓછો થઈ રહ્યો છે. બજેટમાં ગરીબ, યુવાન,અન્નદાતા-ખેડૂત અને નારી શક્તિ-જ્ઞાન પર ફોકસ કરવામાં આવ્યું છે. 

તેમણે કહ્યું હતું કે અર્થતંત્રને વેગ આપવા માટે મૂડી ખર્ચ ૧૭ .૫ ટકા વધારીને રુ. ૨૩૪૬૯કરોડ કરવામાં આવ્યો છે. રૂ. ૪,૦૮,૦૩ કરોડના કુલ બજેટમાંથી  મહેસૂલી ખર્ચ પેટે રૂ. ૨,૪૬,૦૧૬ કરોડ, મૂડી ખર્ચ પેટે રુ. ૧,૫૭,૩૫૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ૨૦૨૬-૨૭ના બજેટમાં ગયા વર્ષના બજેટની તુલનાએ ૧૦.૨ ટકાની વધુ ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતના છ વિસ્તારોને ઔદ્યોગિક વિકાસના કેન્દ્ર-હબ તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, સોરાષ્ટ્રનો દરિયાકાંઠા, કચ્છ અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યું છે. તેમને માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારોના વિકાસ માટે રૂ. ૬૬૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ નાણાં ખર્ચીને આ તમામ વિસ્તારોમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક અને માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે. જંબુસર અને સાયલામાં ડીપ સી પ્રોજેક્ટ માટે રૂ. ૮૦૬ કરોડ ફાળવ્યા છે. તેમ જ છોડાઉદેપુરંમાં કડીપાણી માઈનિંગ સુવિધા માટે રૂ. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

ગુજરાતની ટેક્સટાઈલ પોલીસીને સુસંગત રહેવા અને ટેક્સટાઈલ સેક્ટરના વિકાસ માટે રૂ. ૨૭૫૫ કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. તેની સાથે જ રાજ્યમાં ૨૫ જીઆઈસીડીસીને સ્માર્ટ જીઆઈડીસી બનાવવા અને ૧૨૦ મિનિજીઆઈડીસીને અપગ્રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જ સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમના ફલકને વિસ્તારવા માટે અમદાવાદ પછી હવે મહેસાણા, સુરત, રાજકોટ અને વડોદરા ખાતે પ્રાદેશિક આઈ-હબ ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને માટે રૂ. ૮૦ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. 

ટેક્નોલોજી સ્ટાર્ટ અપમાં ઇક્વિટી રોકાણને પ્રોત્સાહન આપવા માટે ગ્રોથ ફંડ ચાલુ કરવામાં આવ્યું છે. ધોલેરા અને સાણંદને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવા માળખાકીય સુવિધા ઊભી કરાશે. આદિવાસી વિસ્તારોમાં પાંચ જીઆઈડીસીની સ્થાપના કરી તેમને ઉદ્યોગ ક્ષેત્રમાં જોતરવાનો પ્રયાસ કરાશે. 

કોમનવેલ્થ ગેમ્સ અને સૂચિત ઓલિમ્પિક્સ ૨૦૨૬ની તૈયારીના ભાગરૂપે ઓલિમ્પિક રેડી અમદાવાદને તૈયાર કરવા રૂ. ૧૨૭૮કરોડની ફાળવણી કરવામાં આવી છે. એસવીપી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિકાસ માટે રૂ. ૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. આ બજેટમાં પાંચ બાબતો પર ફોકસ કરવામાં આવ્યું છે. આ પાંચ બાબતોમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથનો સમાવેશ થાય છે. 

બજેટની આંકડાકીય વિગતો

વિગત

 વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજ

-

(રૂ. કરોડમાં)

(૧) એકત્રિત ફંડ

 

મહેસૂલી આવક

,૭૧,૬૦૨

મહેસૂલી ખર્ચ

,૪૬,૦૧૬

મહેસૂલી હિસાબ પર પુરાંત

(+) ૨૫,૫૮૬

મૂડીની આવક

,૨૩,૦૦૦

લોન અને પેશગીઓ સહિત મૂડી ખર્ચ

,૫૭,૩૫૮

તફાવત

(-) ૩૪,૩૫૮

સરવાળો (૧) એકત્રિત ફંડ (ચોખ્ખું)

(-)૮,૭૭૨