mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

Fake GST Bill: નકલી GST બિલની કેવી રીતે કરશો ઓળખ? ખુબ સરળતાથી ઓળખો સાચા-ખોટા બિલને

જ્યારે પણ આપણે કોઈ શોપિંગ કરીએ ત્યારે GST Bill બિલ લેવું જોઈએ

જીએસટી બિલ પર 15 ડિઝિટનો જીએસટી નંબર હોય છે

Updated: Nov 21st, 2023

Fake GST Bill: નકલી GST બિલની કેવી રીતે કરશો ઓળખ? ખુબ સરળતાથી ઓળખો સાચા-ખોટા બિલને 1 - image
Image Freepic

તા. 21 નવેમ્બર 2023, મંગળવાર 

જ્યારે પણ આપણે કોઈ શોપિંગ કરીએ ત્યારે GST Bill બિલ લેવું જોઈએ. જીએસટી એક રીતે ટેક્સ છે.  વર્ષ 2017માં કેન્દ્ર સરકારે GST Bill ને લાગુ કર્યુ હતું. ટેક્સ ચોરીને રોકવા માટે સરકારે આ નિર્ણય કર્યો હતો. કેટલાક સપ્લાયરો નકલી GST Bill આપતા હોય છે. આ લેખ દ્વારા નકલી અને અસલી જીએસટી બિલમાં શું અંતર હોય છે તે જાણીએ.

હાલમાં કેટલાક નાના વેપારીઓ નકલી GST Bill આપીને ગ્રાહકોને ઠગે છે. આ પ્રકારના ઠગોથી સાવધાન રહેવા માટે આપણે અસલી અને નકલી GST Bill બિલમાં શું ફરક છે તે જાણીએ. 

GST ઈનવોઈસ શું છે.

જીએસટી ઈનવોઈસ એક પ્રકારનું બિલ છે. આ બિલ સપ્લાયર દ્વારા સામાન અથવા સર્વિસ આપવાના બદલામાં આપવામાં આવે છે. જેના પર સપ્લાયરે  ગ્રાહકને આપેલા સામાન પર કેટલો ટેક્સ લગાવ્યો છે. તેમજ બિલમાં સપ્લાયરનું નામ, પ્રોડેક્ટ, પ્રોડેક્ટની જાણકારી, ખરીદીની તારીખ, ડિસ્કાઉન્ટ વગેરે જાણકારી આપેલી હોય છે. 

નકલી GST ઈનવોઈસ શું છે?

નાણા મંત્રાલય દ્વારા સર્કુલર જાહેર કરવામાં આવ્યો તે પ્રમાણે જીએસટી બિલ અથવા ઈનવોઈસમાં સામાનની સાચી જાણકારી નથી હોતી. આ બિલ ટેક્સ ચોરી, મની લોન્ડ્રીંગ, ફેક બુકિંગ માટે કરવામાં આવે છે. આ સિવાય ઈનકમ ક્રેડિટને કેશ કરવા માટે નકલી બિલ જનરેટ કરવામાં આવે છે.

કેવી રીતે ચેક કરશો નકલી GST Bill

નકલી જીએસટી બિલને ઓળખવા માટે સરળ રસ્તો છે તેનો જીએસટી નંબર. જીએસટી બિલ પર 15 ડિઝિટનો જીએસટી નંબર હોય છે. આ નંબરમાં પહેલા બે ડિઝિટ રાજ્યનો કોડ હોય છે બાકીના 10 ડિઝિટમાં સપ્લાયર અથવા દુકાનદારના પાન કાર્ડ નંબર હોય છે. અને 13મો અંક PAN ધારકનું એકમ છે અને 14મો અંક 'Z' છે અને છેલ્લો અંક ‘checksum digit’ હોય છે.  તમે જીએસટી નંબરના આ ફોરમેટથી અસલી નકલી જીએસટી નંબરની ઓળખ કરી શકો છો. 

Gujarat