Get The App

ઉલ્લુ, ALT બાલાજી અને બિગ શોટ્સ સહિત 25 એપ પર પ્રતિબંધ, અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારનું આકરું વલણ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
ઉલ્લુ, ALT બાલાજી અને બિગ શોટ્સ સહિત 25 એપ પર પ્રતિબંધ, અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારનું આકરું વલણ 1 - image


Govt Banned Soft Porn Apps: કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરું વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT, દેશીફ્લિક્સ, અને બિગ શોટ્સ જેવી અનેક ઍપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 

નોટિફિકેશન અનુસાર, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, દેશભરમાં આ પ્રકારની સોફ્ટ પોર્ન કન્ટેન્ટ દર્શાવતી 25 વેબસાઇટ્સ તાત્કાલિક ધોરણે બ્લોક કરવામાં આવે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજીના મંત્રાલયને આ પ્રકારની એપ્સ અને વેબસીરિઝ એડલ્ટ કન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરતાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ઉલ્લુ, અલ્ટ, અને દેશીફ્લિક્સ સહિતના 25 ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવા આદેશ અપાયો છે.

નોટિફિકેશનમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી ઍક્ટ 2000 અને ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી રૂલ્સ, 2021 હેઠળ ગેરકાયદે ગણાતી માહિતી અને દૃશ્યોને દૂર કરવાની જવાબદારી મધ્યસ્થીઓની છે. 

અશ્લીલ સામગ્રી દર્શાવતી આ એપ્સ પર બૅન

બિગ શોટ્સ એપ, બુમેક્સ, નવરસા લાઇટ, ગુલાબ એપ, કંગન એપ, બુલ એપ, જલવા એપ, વાઉ એન્ટરટેઇનમેન્ટ, લુક એન્ટરટેઇનમેન્ટ, હિટપ્રાઇમ, ફેનિયો, શોએક્સ, સોલ ટોકિઝ, હોટએક્સ વીઆઈપી, હલચલ એપ, મુડ એક્સ, નિયો એક્સ વીઆઈપી, ફુગી, મોજફિક્સ, ટ્રિફ્લિક્સ, ઉલ્લુ, અલ્ટ બાલાજી, દેશીફ્લિક્સ.

માર્ચમાં પણ મૂક્યો હતો પ્રતિબંધ

અશ્લીલ સામગ્રી દર્શાવતા ડિજિટલ કન્ટેન્ટ પર અંકુશ લાદવા માર્ચમાં મંત્રાલયે 19 વેબસાઇટ, 10 એપ્સ, અને 18 ઓટીટી પ્લેટફોર્મ્સના 57 સોશિયલ મીડિયા હેન્ડલર્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ઉલ્લુ, ALT બાલાજી અને બિગ શોટ્સ સહિત 25 એપ પર પ્રતિબંધ, અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારનું આકરું વલણ 2 - image

Tags :