આધાર કાર્ડમાં બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાવવા પૈસા નહીં ખર્ચવા પડે : UIDAI
Aadhaar News : UIDAIએ ટ્વિટ કરતાં આધાર કાર્ડ અંગે અગત્યની માહિતી આપી છે છે. બાળકો અને કિશોરો માટે નવી નોંધણી અને બાયોમેટ્રિક અપડેટ માટે હવે કોઈ ફી નહીં લાગે. હાલમાં, આ સુવિધા માટે ₹50 વસૂલવામાં આવતા હતા. નવા નિયમમાં હેઠળ હવે 5 થી 7 અને 15 થી 17 વર્ષની વયના બાળકોને આવરી લેવામાં આવશે, જેનો લાભ મોટી વસ્તીને મળશે.
આધાર બાયોમેટ્રિક અપડેટ કેવી રીતે થશે?
સરકારે અગાઉ બાળકો માટે બાયોમેટ્રિક્સ સાથે તેમના આધાર કાર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સૌપ્રથમ, તમારા નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લો. તમે આ અપડેટ માટે UIDAI ની સત્તાવાર વેબસાઇટ અથવા mAadhaar મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આધાર નોંધણી કેન્દ્ર શોધી શકો છો. ત્યાંથી ફોર્મ મેળવો પછી કેન્દ્રએ જઈને આધાર નોંધણી અને અપડેટ ફોર્મ ભરીને સબમિટ કરો. ત્યાં તમારો બાયોમેટ્રિક ડેટા પણ સબમિટ કરો. કેન્દ્રનો ઓપરેટર પ્રમાણીકરણ માટે ફિંગરપ્રિન્ટ સ્કેન, આઇરિસ સ્કેન અથવા બંને કરી શકે છે.
બાયોમેટ્રિક અપડેટ્સ જરૂરી
સરકારે બાળકો માટે તેમના આધાર કાર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. પરિણામે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ આ હેતુ માટે માર્ગદર્શિકા જારી કરી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્રો લખવામાં આવ્યા છે, જેમાં તેમને અપડેટ્સ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.