Get The App

સરકાર ઈવીને પ્રમોટ કરવા બેટરી સ્વેપિંગ પોલિસી લાવશે

શહેરોમાં ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં જગ્યાની તકલીફ

ચાર્જિંગ સ્ટેશનોમાં ઇવીને ચાર્જ કરવામાં કલાકોનો સમય બગડે છે

Updated: Feb 1st, 2022

GS TEAM

Google News
Google News
સરકાર ઈવીને પ્રમોટ કરવા બેટરી સ્વેપિંગ પોલિસી લાવશે 1 - image


નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે જાહેરાત કરી હતી કે સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને વેગ મળે તે માટે બેટરી સ્વોપિંગ પોલિસી લાવશે. દેશમાં ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં જગ્યાની તકલીફને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

સીતારામને લોકસભામાં તેમની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે જગ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખતા બેટરી સ્વોપિંગ પોલિસી લાવવામાં આવશે અને ઇન્ટરઓપરેબિલિટીના ધારાધોરણો પણ ઘડવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રને બેટરી કે એનર્જી સર્વિસ માટે સસ્ટેનેબલ બિઝનેસ મોડેલ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરાશે અને તેના લીધે ઇવી (ઇલેક્ટ્રિક વ્હીકલ) ઇકોસિસ્ટમની કાર્યક્ષમતાને વેગ મળશે.

તેમણે જણાવ્યું હતું કે અમે શહેરી વિસ્તારોમાં જાહેર પરિવહનમાં પણ ઇલેક્ટ્રિક વાહનનો મહત્તમ પાયે ઉપયોગ કરીશું, પ્રદૂષણ ઘટાડવામાં આ બાબત મહત્ત્વની સિદ્ધ થશે. ક્લિન ટેક અને ગવર્નન્સ સોલ્યુશન્સ, સ્પેશ્યલ મોબિલિટી ઝોન્સ અને ઝીરો ફોસિલ ફ્યુઅલ પોલિસી અને ઇવી વ્હીકલ્સ દ્વારા તે શક્ય બનશે.

આ પોલિસી દ્વારા બેટરી સ્વોપિંગ ેન્ટરો વધારે ઝડપથી તૈયાર કરી શકાય તેવી નીતિ ઘડાશે, જેના લીધે ઇવી માલિકો ખલાસ થઈ ગયેલી બેટરીના સ્થાને બીજી બેટરી ગોઠવી શકે. તેના લીધે ઇવીના ચાર્જિંગમાં લાગતા સમયનો બચાવ થશે. ઇવીના માલિકોએ ચાર્જિંગ સ્ટેશનોએ  બેટરી ચાર્જિંગમાં કલાકોના કલાકો સુધી રાહ જોવી પડે છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં નવા ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં સ્પેસની પણ તકલીફ હોય છે.

 

Tags :