For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેન્દ્ર સીબીઆઈ, ઈડી, એનસીબીને શસ્ત્ર બનાવી બધાને દબાવે છે : પવાર

Updated: Oct 16th, 2021


અજીત પવારના સગાઓને ત્યાં આઈટીના દરોડામાં 184 કરોડનું કાળુ નાણું ઝડપાયા બાદ એનસીપી સુપ્રીમો મેદાનમાં

મહારાષ્ટ્રને કોલસાની રૂ. 3,000 કરોડની ચૂકવણીમાં વિલંબ થયો તો કોલસો અટકાવી દેવાયો અને કેન્દ્ર રાજ્યને જીએસટીની રૂ. 35,000 કરોડની ચૂકવણી કરતું નથી

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પાંચ વર્ષ પૂરા કરશે અને ફરી સત્તા પર આવશે

મુંબઇ : મહારાષ્ટ્રના ટોચના નેતા અને રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવારે મોદી સરકાર પર ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે ભાજપની સત્તા નથી એવા રાજ્યોમાં કેન્દ્ર સરકાર સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી), આઈટી, એનસીબી જેવી કેન્દ્રીય એજન્સીઓને છૂટો દોર આપી દબાણ લાવી રહી છે.

આ સાથે શરદ પવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે અને ફરીથી સત્તા પર આવવામાં પણ સફળ થશે. બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યની રોજબરોજની કામગીરીમાં કેન્દ્ર દ્વારા સતત માથું મારવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. 

શરદ પવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે કોલસાની રૂ. 3,000 કરોડની ચૂકવણીમાં 10-12 દિવસનો વિલંબ કરતા કેન્દ્ર સરકારે આક્ષેપો કરવાના શરૂ કરી દીધા હતા અને મહારાષ્ટ્રને કોલસાનો પુરવઠો અટકાવી દીધો હતો. બીજીબાજુ મહારાષ્ટ્રને હજુ સુધી રૂ. 35,000 કરોડની જીએસટીની રકમ પ્રાપ્ત થઈ શકી નથી, પરંતુ કોઈપણ આ મુદ્દે કશું બોલતા નથી.

કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓના માધ્યમથી રાજ્યોને માત્ર ડરાવવાનું કામ કરી રહી છે. શરદ પવારે તેમના મંત્રી નવાબ મલિકનો બચાવ કરતાં કહ્યું કે નવાબ મલિક સતત કેન્દ્રની નીતિઓ વિરૂદ્ધ બોલી રહ્યા હોવાથી તેમના જમાઈ સામે ઈડીનો ઉપયોગ કરાયો છે. આ કારણથી જ ઈડી તેમની પૂછપરછ કરી રહી છે. મલિકના સંબંધીઓ વિરૂદ્ધ પણ એટલે જ કેસ થઈ રહ્યા છે.

રાજકારણ ઉપરાંત પવારે દેશના વર્તમાન આૃર્થતંત્ર અંગે કેન્દ્ર સરકાર સામે સવાલો કર્યા હતા. અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એનસીપી પ્રમુખે કહ્યું કે ત્રણ મહિના પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો શરૂ થયો હતો, પરંતુ કેન્દ્ર સરકારે દેશમાં પેટ્રોલ-ડીઝલ અને કેરોસીનના ભાવ વધારવાના શરૂ કરી દીધા હતા. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે સામાન્ય માણસ પર આિર્થક બોજો વધાર્યો છે. 

વધુમાં તેમણે કહ્યું કે, હૂં ખૂબ જ જવાબદારી સાથે કહું છું કે મહારાષ્ટ્રની આઘાડી સરકાર મારા નેતૃત્વ હેઠળ બની છે. અને શિવસેનાનો મુખ્યમંત્રી બનશે એવું વિધાનસભ્યોની બેઠકમાં માન્ય કરાવ્યું હતું અને મારા મિત્ર શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાનું સૂચવ્યું હતું. મારા કહેવાથી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે, એમ શરદ પવારે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં ગત પાંચ વર્ષ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાની સાથે રહીને ભાજપે સરકાર ચલાવી છે. તમારી કામગીરીને પણ ઉદ્ધવ ઠાકરે નજીકથી જાણે છે. ગમે તેવા આરોપ ઉદ્ધવ ઠાકરે પર કરવા મને યોગ્ય લાગતા નથી. નહિં તો આરોપ પ્રત્યારોપનો સિલસિલો ચાલુ થશે. આથી હું આજે ખાસ કહેવા ઇચ્છું કે આવો સમય આવે નહિ એમ શરદ પવારે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર મુખ્યમંત્રીએ  શિવસેનાના મેળાવડામાં જણાવ્યું હતું કે હિન્દુત્વ જોખમમાં છે. તે પારકાઓથી નહિ પણ નવહિન્દુમાંથી છે. હિંદુત્વના મુદ્દે કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા બાદ અંગ્રેજોની નીતિ ભાગલા પાડો અને રાજ કરો એમ તીવ્ર શબ્દમાં જણાવ્યું હતું. ભાજપ દ્વારા હંમેશા સરકાર પાડવાની તારીખ બહાર પાડવામાં આવે છે. પરંતુ આજ સુધી સરકાર પાડી શક્યા નથી. હિંમત હોય તો મહાવિકાસ આઘાડી સરકાર પાડી બતાવે એવો ખુલ્લો પડકાર ઉદ્ધવ ઠાકરેએ ભાજપને આપ્યો હતો.

દરમિયાન વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે વળતો પ્રહાર કરતાં મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મંત્રીઓ વસુલી માટે કમ્પ્યુટર ચીપનો (ખાસ સોફ્ટવેર) ઉપયોગ કરે છે. એવો આરોપ પર મહાવિકાસ આઘાડી સરકાર  પર મૂક્યો હતો.

તેનો પ્રત્યુત્તર આપતા શરદ પવારે જણાવ્યું હતું કે ફડણવીસ તે ચીપ કઇ છે તે બતાવે અને તેમાંથી કેવી રીતે વસૂલી કરી શકાય તે બાબતે વિસ્તૃતમાં જણાવે જેથી અમારામાં જ્ઞાાનમાં વધારો થાય. જો કે ફડણવીસે વધુમાં કહ્યું  હતું કે આ ચીપની તપાસ થાય તો અડધો અડધ મંત્રીઓના ભ્રષ્ટાચાર સાબિત થાય. પરંતુ અમે લોકશાહી પદ્ધતિથી કામ કરીએ છીએ. 

દરેક સરકારોએ કેન્દ્રીય તપાસ સંસ્થાઓને વિપક્ષ સામે હાથો બનાવી

એનસીપી પ્રમુખ શરદ પવારે કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય તપાસ સંસૃથાઓનો વિપક્ષ સામે હિથયાર તરીકે ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે. જોકે, દરેક સરકારોએ કેન્દ્રીય તપાસ સંસૃથાઓને વિપક્ષ વિરૂદ્ધ હાથો બનાવી છે. 

યુપીએ સરકારે પણ સીબીઆઈનો પોતાના હિતો ખાતર વિપક્ષના વિરોધમાં ઉપયોગ કર્યો હતો. યુપીએના સમયમાં જોડાવા તૈયાર ન હોય આૃથવા તેના ખરડાને લોકસભામાં ટેકો આપવા તૈયાર ન હોય તેવા સપા, બસપા, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, ડાબેરી પક્ષો સામે સીબીઆઈએ જૂના કેસો ઉખેળીને ડરાવ્યા હોવાની ઘટનાઓ જાણિતી છે.

ઉપરાંત યુપીએની સરકાર વખતે વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ લોઢાએ ખાનગી કંપનીઓને કોલસાની ખાણોની ફાળવણીમાં કિથત ગેરરીતિઓની તપાસના કેસમાં સીબીઆઈને પાંજરાનો પોપટ કહ્યો હતો. ટૂંકમાં કેન્દ્રમાં સરકાર કોઈની પણ હોય જેને જ્યારે તક મળે ત્યારે તેઓ કેન્દ્રીય તપાસ સંસૃથાઓનો વિપક્ષ સામે હિથયાર તરીકે ઉપયોગ કરે છે.

Gujarat