Get The App

દિકરીઓ માટે કેન્દ્રની મહત્વની યોજના, સરકાર ઉઠાવે છે જન્મથી અભ્યાસ સુધીનો ખર્ચ

Balika Samridhi Yojana અમે તમને બાલિકા સમૃદ્ધિ યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ગરીબી રેખા નીચે જીવન વિતાવતી દિકરીઓ માટે લોન્ચ કરવામા આવી છે.

Updated: Sep 23rd, 2023

GS TEAM


Google News
Google News
દિકરીઓ માટે કેન્દ્રની મહત્વની યોજના, સરકાર ઉઠાવે છે જન્મથી અભ્યાસ સુધીનો ખર્ચ 1 - image
Image Freepic 

તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

કેન્દ્ર સરકાર (Central Government)મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ પ્રકારની (government scheme) યોજના લઈ આવે છે. આજે અમે તમને સરકારની એવી જ એક યોજના વિશે વાત કરવાના છીએ કે જે તમારી દિકરીના ભવિષ્યની ચિંતા ઘટાડી દેશે.

આ સ્કીમની શરુઆત મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 1997માં કરવામાં આવી

Balika Samridhi Yojana અમે તમને બાલિકા સમૃદ્ધિ યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ સ્કીમની શરુઆત મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 1997માં કરવામાં આવી હતી. આ સ્કીમને મુખ્યત્વે ગરીબી રેખા નીચે જીવન વિતાવતી દિકરીઓ માટે લોન્ચ કરવામા આવી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દિકરીઓને આર્થિક મદદ આપે છે. 

સરકાર આ રીતે કરી રહી છે આર્થિક મદદ 

આ સ્કીમ હેઠળ દિકરીના જન્મ પર કેન્દ્ર સરકાર 500 રુપિયાની આર્થિક મદદ કરે છે, આ સિવાય  દિકરીને 10માં ધોરણ સુધીના અભ્યાસ માટે વિવિધ પ્રકારની આર્થિક મદદ કરે છે. દિકરીને ધોરણ 1 થી ત્રીજા સુધી દર વર્ષે 300 રુપિયા, ધોરણ 4માં 500 રુપિયા, પાંચમાં ધોરણમાં 600 રુપિયા, 6 અને 7 માં ધોરણમાં 700 રુપિયા, આઠમાં ધોરણમાં 800 રુપિયા અને નવમાં અને દશમાં ધોરણમાં 1000 રુપિયા વાર્ષિક આર્થિક મદદ કરે છે. 

શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં BPL પરિવારોમાં આવતા લોકોને આ સ્કીમનો લાભ મળી શકે

આ સ્કીમનો લાભ મેળવવા માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં BPL પરિવારોમાં આવતા લોકોને આ સ્કીમનો લાભ મળી શકે છે.. આ સ્કીમનો લાભ  મેળવવા માટે તમારી પાસે દિકરીના જન્મનો દાખલો, માતા-પિતાનું રેશનકાર્ડ, આધાર કાર્ડ અને બેંક પાસબુક જેવા આધાર પુરાવાની જરુર રહેશે. 

ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે અરજી કરી શકો છો

આ યોજનામા તમે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે અરજી કરી શકો છો. ઓફલાઈન અરજી માટે આંગણવાડી કાર્યકર્તા અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. 



બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

Tags :