Get The App

સરકારે 12 મહત્વપૂર્ણ ખનીજો પરથી ઈમ્પોર્ટ ડયુટી હટાવી દીધી

Updated: Feb 2nd, 2025

GS TEAM

Google News
Google News
સરકારે 12 મહત્વપૂર્ણ ખનીજો પરથી ઈમ્પોર્ટ ડયુટી હટાવી દીધી 1 - image

- લિથિયમ-આયન બેટરીના નિર્માણને પ્રોત્સાહન અપાશે

- જહાજ નિર્માણ માટે કાચા માલ, ઘટકો, ઉપભોગ્ય સામગ્રીઓ અને પાર્ટ્સ પર બીસીડીમાં છૂટ લંબાવાઈ

Budget 2025 :  નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે લિથિયમ આયર્ન બેટરી સ્ક્રેપ, કોબાલ્ટ ઉત્પાદન, લેડ, ઝિંક જેવા ૧૨ મહત્વપૂર્ણ ખનીજો પર આયાત જકાત હટાવવાની જાહેરાત કરી છે. આ સિવાય તેમણે ઈલેક્ટ્રિક વાહનના બેટરી ઉત્પાદન માટે ૩૫ અને મોબાઈલ ફોનના બેટરી ઉત્પાદન માટે ૨૮ મૂડીગત વસ્તુઓને યાદીમાં જોડવાનો પ્રસ્તાવ કર્યો હતો, જેથી ભારતમાં લિથિયમ-આયન બેટરીઓના નિર્માણને પ્રોત્સાહન મળશે અને વધુ રોજગારની તકો પેદા થશે.

નાણામંત્રી સીતારામને કહ્યું કે, હું ૨૫ મહત્વપૂર્ણ ખનીજો પર સંપૂર્ણપણે જકાત સંપૂર્ણપણે હટાવવા અને અન્ય બે પર તેને ઘટાડવાની દરખાસ્ત કરું છું. તેનાથી આ ખનીજોના પ્રોસેસિંગ અને સંશોધનને પ્રોત્સાહન મળશે તથા આ મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. કોબાલ્ટ પાઉડર અને વેસ્ટ, લિથિયમ આયન બેટરી સ્ક્રેપ, લીડ, ઝિંક અને ૧૨ અન્ય મહત્વપૂર્ણ ખનીજો પર સંપૂર્ણપણે કસ્ટમ ડયુટી હટાવાશે. તેનાથી ઉત્પાદન માટે કાચા માલની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે અને યુવાનોને રોજગારીની તકો મળશે. 

જહાજ નિર્માણના લાંબા સમયને ધ્યાનમાં રાખતા જહાજ નિર્માણ માટે કાચા માલ, ઘટકો, ઉપભોગ્ય સામગ્રીઓ અને પાર્ટ્સ પર બોર્ડર કસ્ટમ ડયુટી (બીસીડી)માં છૂટ આગામી ૧૦ વર્ષ સુધી ચાલુ રાખવાની દરખાસ્ત કરાઈ છે. એ જ રીતે સ્પર્ધાત્મક્તા વધારવા માટે શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે પણ આ છૂટ અપાશે.  મેક ઈન ઈન્ડિયાને અનુરૂપ અને ઈન્વર્ટેડ ડયુટી માળખા સુધારવા ઈન્ટરેક્ટિવ ફ્લટે પેનલ ડિસ્પ્લે પર બેઝિક કસ્ટમ ડયુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવા અને ઓપન સેલ અને અન્ય પાર્ટ્સ પર તેને ઘટાડીને પાંચ ટકા કરવાની દરખાસ્ત કરાઈ છે. આ સાથે તેમણે એકથી વધુ સેસ અથવા સરચાર્જ નહીં લગાવવાની પણ દરખાસ્ત કરી છે. ૮૨ ટેરિફ લાઈનો પર લાગતા સામાજિક કલ્યાણ ઉપકરને પણ સમાપ્ત કરવાની દરખાસ્ત કરાઈ છે.