Get The App

સરકાર આઠ કેટેગરીની લોનના વ્યાજ પરનું વ્યાજ માફીના નિર્ણયનો અમલ કરે

- લોન મોરેટોરિયમ અંગે સુપ્રીમના નિર્દેશ

- આઠ સેક્ટરમાં શિક્ષણ, હાઉસિંગ, કન્ઝ્યુમર ડયુરેબલ, ક્રેડિટ કાર્ડ, ઓટોમોબાઇલ, પર્સનલ અને કન્ઝમશનનો સમાવેશ

Updated: Nov 27th, 2020

GS TEAM

Google News
Google News
સરકાર આઠ કેટેગરીની લોનના વ્યાજ પરનું વ્યાજ માફીના નિર્ણયનો અમલ કરે 1 - image

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 27 નવેમ્બર, 2020, શુક્રવાર

સુપ્રીમ કોર્ટે આજે સરકારને નિર્દેશ આપ્યા હતાં કે તે કોરોના મહામારીમને ધ્યાનમાં રાખીને આઠ કેટેગરીમાં બે કરોડ રૂપિયા સુધીની લોનનું વ્યાજ પર વ્યાજ માફ કરવાના પોતાના નિર્ણયનો અમલ સુનિશ્ચિત કરે. 

ન્યાયમૂર્તિ અશોક ભૂષણના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે કોરોનાને કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી છે તથા દેશ અને સમગ્ર વિશ્વના દેશો આિર્થક વિકાસ પર નકારાત્મક અસર જોવા મળી છે. 

જે આઠ સેક્ટરની લોન પર વ્યાજનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે તેમાં એમએસએમઇ(માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ), શિક્ષણ, હાઉસિંગ, કન્ઝ્યુમર ડયુરેબલ, ક્રેડિટ કાર્ડ, ઓટોમોબાઇલ, પર્સનલ અને કન્ઝમશનનો સમાવેશ થાય છે. 

ન્યાયમૂર્તિ અશોક ભૂષણ ઉપરાંત ન્યાયમૂર્તિ આર એસ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બનેલી ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ મળેલી સત્તા હેઠળ ભારત સરકારે કોરોનાને અંકુશમા લેવા માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. આ લોકડાઉનને કારણે ખાનગી અને જાહેર સેક્ટર પર નકારાત્મક અસર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ 3 માર્ચથી 31 ઓગસ્ટ સુધી છ માસ માટે લોનધારકોને હપ્તા ભરવામાંથી મુક્તિ આપી હતી. આ સમયગાળાના હપ્તા પર વસુલવામાં આવતા વ્યાજ પર વ્યાજની જાહેરાત અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા સરકાર અને આરબીઆઇએ વ્યાજ પર વ્યાજ માફ કરવાની જાહેરાત કરી હતી.