Get The App

સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે ખુશખબર, વ્યાજદરમાં વધારો કરવા સરકારની જાહેરાત

સરકારે ચાલુ વર્ષમાં બીજી વખત સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં વધારો કર્યો

Updated: Dec 29th, 2023

GS TEAM

Google News
Google News
સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે ખુશખબર, વ્યાજદરમાં વધારો કરવા સરકારની જાહેરાત 1 - image


Sukanya Samriddhi Yojana Rate Hike: સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારને કેન્દ્ર સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે યોજનાના વ્યાજદરને 8 ટકાથી વધારીને 8.2 ટકા કરાયો છે. સાથે 3 વર્ષના મર્યાદા વાળા ડિપોઝિટ પર વ્યાજને 7 ટકાથી વધારીને 7.1 ટકા કરાયો છે. પરંતુ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ખાસ કરીને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ના રોકાણકારોને ફરી નિરાશા સાંપડી છે.

આ યોજનાઓના વ્યાજદરમાં ફેરફાર નથી થયો

નાણા મંત્રાલયના પરિપત્ર અનુસાર, સેવિંગ ડિપોઝિટ પર એક જાન્યુઆરી 2024થી લઈને 31મી માર્ચ સુધી 4 ટકા વ્યાજ મળશે. એક વર્ષના મર્યાદા વાળા ડિપોઝિટ પર 6.9 ટકા, બે વર્ષના ટાઈમ ડિપોઝિટ પર 7 ટકા, પાંચ વર્ષના ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ મળશે. પાંચ વર્ષના રિકરિંગ ડિપોઝિટ પર 6.7 ટકા વ્યાજ યથાવત રાખ્યો છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 7.7 ટકા વ્યાજદરને યથાવત રાખ્યો છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં  રોકાણ કરનારને 7.5 ટકા વ્યાજ મળશે અને તે 115 મહિનામાં પાકશે. સિનિયર સિટીઝન સેવિંગ યોજના 8.2 ટકા વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ પર 7.4 ટકા વ્યાજ મળશે.  

પીપીએફના રોકાણકારોમાં નિરાશા 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો નથી અને તેમાં રોકાણકારાઓને માત્ર 7.1 ટકા વ્યાજ મળશે. એપ્રિલ 2020થી પીપીએફના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


Tags :