For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હવે વડાપ્રધાનની સુરક્ષાની કમાન ADGના હાથમાં, ગૃહમંત્રાલય દ્વારા SPG માટે નવા નિયમો કરાયા જાહેર

જૂનિયર અધિકારીઓની 6 વર્ષના પ્રારંભિક સમયગાળા માટે પ્રતિનિયુક્તિ પર નિમણૂક કરાશે

અત્યાર સુધી એસપીજીનું નેતૃત્વ મહાનિરીક્ષક રેન્કના અધિકારી દ્વારા કરવામાં આવતું હતું

Updated: May 26th, 2023

image : SPG official

 website 

વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)ની કમાન હવે ભારતીય પોલીસ સેવાના એડિશનલ ડાઈરેક્ટર જનરલ (ADG) સ્તરના અધિકારીના હાથમાં રહેશે. તેની સાથે જ જૂનિયર અધિકારીઓની 6 વર્ષના પ્રારંભિક સમયગાળા માટે પ્રતિનિયુક્તિ પર નિમણૂક કરાશે. 

SPGનું મુખ્યાલય નવી દિલ્હીમાં હશે

કેન્દ્રીય ગૃહમંત્રાલય વતી આ માપદંડ SPG એક્ટ, 1988 (1988ના 34) હેઠળ ગેઝેટ નોટિફિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોના નવા સેટ દ્વારા નક્કી કરાયા હતા. તે અનુસાર અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓને કેન્દ્ર સરકારમાં અનુરૂપ રેન્કના અધિકારીઓને લાગુ પડે તેવા જ નિયમો અને શરતો પર કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર એસપીજીમાં નિયુક્ત કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે પહેલાની જેમ SPGનું મુખ્યાલય નવી દિલ્હીમાં હશે. નિર્દેશકની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય પોલીસ સેવાના અધિક પોલીસ મહાનિર્દેશકના સ્તરે કરવામાં આવશે.

નોટિફિકેશનમાં શું જણાવાયું 

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, એસપીજીનું મુખ્ય મથક નવી દિલ્હીમાં પહેલાની જેમ જ હશે અને ડાઈરેક્ટરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય પોલીસ સેવાના અધિક પોલીસ મહાનિર્દેશકના સ્તરે કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી એસપીજીનું નેતૃત્વ મહાનિરીક્ષક રેન્કના અધિકારી દ્વારા કરવામાં આવતું હતું અને આ પોસ્ટને એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે બઢતી આપવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે આ સંદર્ભમાં કોઈ નિયમ અથવા માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી. નવા નોટિફિકેશન મુજબ, SPGના અન્ય સભ્યોની નિમણૂક છ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે પ્રતિનિયુક્તિ પર કરવામાં આવશે.

એસપીજીના ડાઈરેક્ટર કાર્યકારી વડા હશે

નોટિફિકેશનમાં જણાવાયું છે કે એસપીજીના ડિરેક્ટર કાર્યકારી વડા હશે અને કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવેલા આવા અન્ય કાર્યો, આદેશો અને નિર્દેશો ઉપરાંત એક્ટમાં સોંપવામાં આવેલી ફરજોના અમલ માટે જવાબદાર રહેશે. અધિનિયમમાં સમાવિષ્ટ જોગવાઈઓના સંદર્ભમાં એસપીજીના નિયામક અથવા સભ્યને સહાય પૂરી પાડવાની રીત કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવશે.

Gujarat