મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે NEET UGની પ્રેક્ટિસ ફ્રીમાં કરી શકશો, જાણો કેવી રીતે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
NEET UG 2026: ટેક જાયન્ટ ગૂગલે મેડિકલના વિદ્યાર્થીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. ગૂગલે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ 'Gemini' પર NEET UG માટે ફૂલ-લેન્થ પ્રેક્ટિસ ટેસ્ટ રજૂ કરી છે. આ સુવિધાનો મુખ્ય હેતુ મેડિકલના ઉમેદવારોને પરીક્ષા જેવો જ વાસ્તવિક અનુભવ પૂરો પાડીને તેમની તૈયારીઓને વધુ મજબૂત બનાવવાનો છે.
પરીક્ષા જેવો જ અનુભવ અને નિષ્ણાતો દ્વારા તૈયાર કન્ટેન્ટ
આ નવી સુવિધા ગૂગલના અગાઉના મોક ટેસ્ટ પ્રોગ્રામનો જ એક ભાગ છે, જે વધુ વ્યવસ્થિત અને વાસ્તવિક તૈયારી પૂરી પાડે છે. આ પ્રેક્ટિસ ટેસ્ટમાં સમાવિષ્ટ પ્રશ્નો અને માહિતી વિવિધ પ્રતિષ્ઠિત શિક્ષણ પ્લેટફોર્મ પરથી લેવામાં આવી છે અને નિષ્ણાતો દ્વારા તેની ચકાસણી કરવામાં આવી છે. હાલમાં આ ટેસ્ટ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે અને ગૂગલ એકાઉન્ટ ધરાવતા કોઈપણ યુઝર તેનો ઉપયોગ કરી શકે છે.
કેવી રીતે આપવી ટેસ્ટ?
વિદ્યાર્થીઓ Gemini એપમાં જઈને માત્ર ‘Take a NEET mock test’ કહીને પોતાની પરીક્ષા શરૂ કરી શકે છે. ટેસ્ટ પૂર્ણ થયા પછી, AI પ્લેટફોર્મ તરત જ રિઝલ્ટ આપે છે અને વિદ્યાર્થીની શક્તિ તેમજ કયા વિષયમાં સુધારાની જરૂર છે તેનું વિગતવાર વિશ્લેષણ પણ કરે છે.
AI દ્વારા પર્સનલાઇઝ્ડ સ્ટડી પ્લાન
વિદ્યાર્થીઓ માત્ર ટેસ્ટ જ નહીં, પણ AI પાસે જવાબની સમજૂતી પણ માંગી શકે છે. આટલું જ નહીં, Gemini વિદ્યાર્થીના પરફોર્મન્સના આધારે કસ્ટમાઇઝ્ડ સ્ટડી પ્લાન પણ બનાવી આપે છે, જેથી વિદ્યાર્થીઓ પોતાની નબળાઈઓ જાણી શકે અને વધુ સારો સ્કોર કરી શકે.
શિક્ષકો માટે પણ નવી સુવિધાઓ
ગૂગલે માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ શિક્ષકો માટે પણ AI ફીચર્સ રજૂ કર્યા છે.
એસાઇનમેન્ટ ડ્રાફ્ટિંગ: શિક્ષકો સરળતાથી એસાઇનમેન્ટ તૈયાર કરી શકશે.
પરફોર્મન્સ સમરી: વિદ્યાર્થીઓના પ્રદર્શનનો સારાંશ મેળવી શકાશે.
ડિજિટલ ઇન્ટરેક્શન: ઓડિયો, વીડિયો અને સ્ક્રીન રેકોર્ડિંગ ટૂલ્સ દ્વારા ડિજિટલ ક્લાસરૂમમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વધુ સારી રીતે વાતચીત કરી શકશે.
અગાઉ ગૂગલે એન્જિનિયરિંગની પરીક્ષા JEE Main માટે પણ આવા જ ફૂલ-લેન્થ પ્રેક્ટિસ ટેસ્ટ શરૂ કર્યા હતા. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે તેઓ AIના જવાબદાર ઉપયોગ અને પારદર્શિતા માટે કટિબદ્ધ છે, જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત ડિજિટલ વાતાવરણમાં અભ્યાસ કરી શકે.








