Get The App

ગૂગલ ત્રણ વર્ષોમાં આંધ્રપ્રદેશમાં 88,000 કરોડનું રોકાણ કરશે : નાયડુ

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
ગૂગલ ત્રણ વર્ષોમાં આંધ્રપ્રદેશમાં 88,000 કરોડનું રોકાણ કરશે : નાયડુ 1 - image


- ડેટા સેન્ટરો અને એઆઇ સંબંધી પ્રોજેકટો ઊભા કરવામાં આવશે

નેલ્લોર(આંધ્રપ્રદેશ) : ટેક જાયન્ટ ગૂગલ વિશાખાપટનમમાં ત્રણ વર્ષોમાં ડેટા સેન્ટર તથા એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ને લગતા પ્રોજેકટોમાં ૮૮,૦૦૦ કરોડનું રોકાણ કરશે.

સ્વતંત્ર ભારતમાં આર્થિક સુધારાના અમલની શરૂઆતથી અત્યાર સુધીમાં એક જ કંપની દ્વારા કરનારૂં આ મહત્તમ રોકાણ બની રહેશે, જે બાજી પલટાવનારૂં (અતિ ઉપકારક) હશે. મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુએ કેટલાક ખાનગી પ્રોજેકટોના ઉદઘાટનની સાથોસાથ એક મીટિંગને સંબોધતા આમ જણાવીને ઉમેર્યું કે ગૂગલની પેટા કંપની રાયડેન ઇન્ફોટેક ઇન્ડિયા લિમિટેડ ઉપરોક્ત રોકાણ કરશે. એ માટે વિશાખાપટનમમા તારલુવડા, અદાવિવારામ અને રામબિલ્લિમાં ત્રણ કેમ્પસ વિકસાવાશે, એમ નાયડુએ ઉમેર્યું.

એમણે નેલ્લોર જિલ્લા પાસેના પ્રદેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચરસંબંધી મોટા પ્રોજેકટ વિષે વિસ્તૃત વાત કરતા ઉમેર્યું કે વર્તમાન ક્રિષ્ણાપટનમ બંદરની કામગીરીમાં બે મોટા (નવા) બંદરો રામાપ્યાપટનમ તથા દુગારાજાપટનમ પૂરક બની રહેશે. એ જ રીતે, દાગાડાર્થિ અને ચેન્નાઇમાં ઊભા થનારા નવા એરપોર્ટથી તિરૂપતિ એરપોર્ટ ખાતે કનેક્ટિવિટિ વધશે. હૈદરાબાદ-ચેન્નાઇ તથા ચેન્નાઇ-અમરાવતીને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેકટથી પ્રાદેશિક અવરજવરમાં વધુ સુધારો થશે.

તેલૂગુદેશમ પાર્ટી (ટીડીપી)ના વડાએ કહ્યું કે બીપીસીએલ (ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ રામાપ્યાપટનમ ખાતે રિફાઇનરીની સ્થાપના કરશે. નાયડુએ કહ્યું કે ભારત, ૨૦૪૭ સુધીમાં મોખરાના દેશ તથા અર્થતંત્ર તરીકે ઊભરી આવશે, જેમાં તેલુગુ પ્રજા સૌથી શ્રેષ્ઠ જૂથ તરીકે બહાર આવશે.

Tags :