ગૂગલમાં સૌથી વધુ સર્ચ થયેલા ટોપ-૧૦ એશિયન્સમાં મૂસેવાલા ત્રીજા ક્રમે
કોરિયન બેન્ડ બીટીએસ એશિયામાં પહેલા નંબરે
ભારતના સેલિબ્રિટીઝમાં કેટરિના કૈફ સૌથી વધુ સર્ચ થયેલું નામ, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, વિરાટ કોહલી ટોપ-૧૦માં
ગૂગલમાં ૨૦૨૨ દરમિયાન સૌથી વધુ સર્ચ થયેલા એશિયન્સ અને ઈન્ડિયન્સ સેલિબ્રિટીઝની યાદી જાહેર થઈ છે. એશિયામાં સૌથી વધુ ગૂગલ કોરિયન બેન્ડ બીટીએસ વિશે થયું. બીજા ક્રમે જંગકૂક અને ત્રીજા નંબરે સિંધુ મૂસેવાલાનું નામ સર્ચ થયું હતું. ભારતમાં કેટરિના કૈફનું સૌથી વધુ સર્ચ થયું હતું.
ગૂગલે એશિયામાં અને ભારતમાં સર્વાધિક સર્ચ થયેલા સેલિબ્રિટીઝનું લિસ્ટ જાહેર કર્યું હતું. સાઉથ કોરિયન બેન્ડ બીટીએસ ગૂગલમાં સૌથી વધુ સર્ચ થયું હતું. એશિયામાં એ પહેલા ક્રમે હતું. એશિયામાં બીજા નંબરે જંગકૂક અને ત્રીજા ક્રમે સિંધુ મૂસેવાલા સર્ચ થયા હતા. પંજાબી સિંગર સિંધુ મુસેવાલાની હત્યા થઈ ગઈ હતી એ પછી એશિયાભરમાં તેનું નામ સર્ચ થયું હતું. એશિયામાં લતા મંગેશકર પાંચમા ક્રમે હતાં.
ભારતમાં કેટરિના કૈફે અભિનેત્રીઓમાં મેદાન માર્યું હતું. કેટરિનાએ દીપિકા, આલિયા, પ્રિયંકા સહિતની તમામ અભિનેત્રીઓને પાછળ રાખીને ભારતના ગૂગલ સર્ચમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. સ્પોર્ટ્સમાં વિરાટ કોહલીનો પ્રથમ ક્રમ હતો. ભારતની સેલિબ્રિટી લિસ્ટમાં કોહલીને ૧૦મો ક્રમ મળ્યો હતો. ભારતમાં પીપલ કેટેગરીમાં મોસ્ટ ગૂગલ સર્ચ થયેલું નામ છે - નુપૂર શર્મા. બીજા નંબરે ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ છે. એ પછી લલિત મોદીનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.
દુનિયાભરમાં ગૂગલમાં સૌથી વધુ વર્ડલ્સ, ઈલેક્શન રિઝલ્ટ, રાણી એલિઝાબેઝ, વર્લ્ડકપ, જ્હોની ડેપ, જ્હોની-અંબર, બ્રિટન ઈલેક્શન, રિશિ સૂનક, વિલ સ્મિથ જેવા કીવર્ડ્સ સર્ચ થયા હતા.