Get The App

અલ નીનો નબળું પડતાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદની સંભાવના

જૂન-ઓગસ્ટ સુધી લા નીનાની સ્થિતિ બનવાની શક્યતા ઃ લા નીનાની સ્થિતિમાં વરસાદ સામાન્ય કરતા વધારે પડે છે

વિવિધ હવામાન એજન્સીઓની આગાહી

Updated: Feb 12th, 2024

GS TEAM

Google News
Google News


નવી દિલ્હી, તા. ૧૨અલ નીનો નબળું પડતાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદની સંભાવના 1 - image

હવામાન વૈજ્ઞાાનિકોના અંદાજ મુજબ ૨૦૨૩ને અસહ્ય ગરમ વર્ષ બનાવ્યા પછી અલ નીનોની અસર ચાલુ વર્ષે જૂન સુધીમાં સમાપ્ત થઇ જશે. જેના કારણે ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડવાની સંભાવના છે.

ઓછામાં ઓછા બે વૈશ્વિક કલાયમેટ એજન્સીઓએ ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે સમગ્ર વિશ્વના હવામાનને અસર કરનાર અલ નીનોે નબળો પડવાનું શરૃ થઇ ગયું છે અને ઓગસ્ટ સુધી લા નીનાની સ્થિતિ બનવાની સંભાવના છે. અલ નીનોે ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરનું પાણી ગરમ થવાની પ્રક્રિયા છે.

ઘટનાક્રમ પર નજર રાખતા ભારતના હવામાન વૈજ્ઞાાનિકોએ જણાવ્યું છે કે જૂન-ઓગસ્ટ સુધી લા નીનાની સ્થિતિ બનવાનો અર્થ એ હોઇ શકે છે કે ચાલુ વર્ષે ચોમાસાનો વરસાદ ગયા વર્ષની સરખામણીમાં સારો રહેશે.

પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું છે કે જૂન-જુલાઇ સુધી લા નીનાની સ્થિતિ બનવાની સારી સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે અલ નીનો, ઇએનએસઓ (અલ નીનો સાઉદર્ન ઓસ્સીલેશન) ન્યૂટ્રલ સ્થિતિમાં પરિવર્તિત  થઇ જશે તો પણ ચાલુ વર્ષે ચોમાસુ ગયા વર્ષની સરખામણીમા સારો રહેશે.

ઉલ્લેખનીય છે કે ભારતના વાર્ષિક વરસાદમાં લગભગ ૭૦ ટકા દક્ષિણ પશ્ચિમ ચોમાસાથી થાય છે જે કૃષિ ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ છે. આ જીડીપીના લગભગ ૧૪ ટકા છે અને દેશની ૧.૪ અબજ વસ્તીમાંથી અડધાથી વધારેને રોજગારી આપે છે.

ભારત હવામાન વિજ્ઞાાન વિભાગ (આઇએમડી)ના વરિષ્ઠ વૈજ્ઞાાનિક ડી શિવાનંદ પઇએ જણાવ્યું હતું કે હાલમાં અમે નિશ્ચિત રીતે કંઇ પણ કહી શકીએ તેમ નથી. કેટલાક મોડેલ લા નીનાનાં સંકેત આપે છે જ્યારે કેટલાક ઇએનએસઓ-ન્યૂટ્રલ દશાઓના સંકેત આપી રહ્યાં છે. જો કે તમામ મોડેલ અલ નીનો સમાપ્ત થવાના સંકેત આપી રહ્યાં છે.

 

 

 

Tags :