Get The App

હરિદ્વાર જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ, હવે સપ્તાહમાં બે દિવસ દોડશે આ ટ્રેન

Updated: Jan 26th, 2025

GS TEAM

Google News
Google News
હરિદ્વાર જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ, હવે સપ્તાહમાં બે દિવસ દોડશે આ ટ્રેન 1 - image

Bhavnagar-Haridwar Express Train: રેલવે બોર્ડે દ્વારા હરિદ્વાર જતાં યાત્રિયોની સુવિધામાં વધારો કર્યો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનથી ચાલતી ભાવનગર-હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19271/19272) ને અઠવાડિયામાં બે દિવસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવાર અને ગુરુવારે દોડશે. નોંધનીય છે અઠવાડિયામાં બે દિવસ દોડવાથી યાત્રાળુઓને સુવિધા મળી રહેશે.

આ પણ વાંચો : 'બાબા સાહેબે કહ્યું હતું કે ભાઈચારો એ ધર્મ છે', મોહન ભાગવતે સનાતન ધર્મ અંગે આપ્યું નિવેદન

આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવાર અને ગુરુવારે દોડશે

આ અંગે વધુ માહિતી આપતાં ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે કહ્યું કે, હાલમાં ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર સોમવારે રાત્રે 20.20 વાગ્યે ઉપડે છે અને બુધવારે 03.40 વાગ્યે હરિદ્વાર પહોંચે છે. જ્યારે આ ટ્રેન બુધવારે સવારે 05.00 કલાકે હરિદ્વારથી પરત ઉપડે છે અને ગુરુવારે સવારે 12.25 કલાકે ભાવનગર ટર્મિનસ ખાતે પરત આવે છે.

આ પણ વાંચો : કેવા દિવસો આવ્યા! જોબ ઈન્ટરવ્યૂ માટે 3 હજાર એન્જિનિયરોની કતાર, વીડિયો વાઇરલ

ટ્રેનનો સમય અને સ્ટોપેજ અંગેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરાશે 

રેલ્વે બોર્ડની મંજૂરી મળ્યા બાદ હવે ભાવનગર-હરિદ્વાર ટ્રેન અઠવાડિયામાં બે દિવસ દોડશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેનના સમય અને સ્ટોપેજ અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે.