ગોંડલના ભાજપા MLA જયરાજસિંહની અપીલ સુપ્રીમે ફગાવી
- આજીવન કેદની સજા યથાવત રાખી, સરેન્ડર કરવા આદેશ
- નિલેશ રૈયાણી હત્યાકેસમાં હાઈકોર્ટે આપી હતી આજીવન કારાવાસ
નવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર 2017, સોમવાર
સુપ્રીમ કોર્ટે ચકચારી નિલેશ રૈયાણી હત્યાકેસમાં ગોંડલના ભાજપાના MLA જયરાજસિંહ જાડેજાની અરજી ફગાવી દીધી છે. જયરાજસિંહે આજીવન કેદ સામે સ્ટે માંગતી અરજી કરી હતી જે સુપ્રીમે ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે સ્ટેની અરજી કરી રદ કરી હતી અને ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો. એકવાર સરેન્ડર થયા બાદ તે જામીન અરજી કરી શકશે.
હાઈકોર્ટના આદેશ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું સરેંડર થાય ત્યારબાદ જામીન યાચીકા પર સુનાવણી થઈ શકશે.
જયરાજસિંહ જાડેજાના મામલે સુપ્રીમ કોર્ટે યાચીકા ફગાવી, સુપ્રીમ કોર્ટે સરેંડર થવા આદેશ કર્યો
હાઈકોર્ટે તેમને નિલેશ રૈયાણી હત્યાકેસમાં આજીવન કેદની સજા આપી છે. આ સજા સામે જયરાજ સિંહે SCમાં કરી હતી અપીલ કરી હતી. પરંતુ ગોંડલના ધારાસભ્ય જયરાજ સિંહને જેલમાં જવું પડશે.