Get The App

મેરઠ: જ્વેલરી એક્ઝિબિશનમાં PM મોદી અને CM યોગીની તસવીર વાળા સોના-ચાંદીના સિક્કા આકર્ષણનું કેન્દ્ર બન્યા

Updated: Jan 11th, 2023

GS TEAM

Google News
Google News
મેરઠ: જ્વેલરી એક્ઝિબિશનમાં PM મોદી અને CM યોગીની તસવીર વાળા સોના-ચાંદીના સિક્કા આકર્ષણનું કેન્દ્ર બન્યા 1 - image


લખનૌ, તા. 11 જાન્યુઆરી 2023 બુધવાર

ઉત્તર પ્રદેશના મેરઠમાં ત્રણ દિવસીય જ્વેલરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ. મેરઠમાં યોજાયેલુ આ ત્રીજુ જ્વેલરી પ્રદર્શન હતુ. અહીં ડાયમંડ અને સોના-ચાંદીના દાગીનાએ લોકોનું મન મોહી લીધુ. જ્વેલરી પ્રદર્શનમાં શ્રેષ્ઠ કારીગરો દ્વારા તૈયાર જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી હતી. લોકોને આકર્ષિક કરવા માટે મેરઠમાં આ જ્વેલરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

પ્રદર્શનમાં અમદાવાદ, રાજકોટ, પંજાબ, અલીગઢ, સંભલ, આગ્રા, સહારનપુર, હસનપુર, ઈટાવા, સાહિબાબાદ, ગુલાવઠી, હરિયાણા વગેરે સ્થળોના વેપારી સામેલ થયા. જોકે ત્યાં PM મોદી અને CM યોગીની તસવીર વાળા સોના ચાંદીના સિક્કાની ધૂમ મચી રહી. 

મેરઠ: જ્વેલરી એક્ઝિબિશનમાં PM મોદી અને CM યોગીની તસવીર વાળા સોના-ચાંદીના સિક્કા આકર્ષણનું કેન્દ્ર બન્યા 2 - image

એક જ્વેલર્સના સ્ટોલ પર સોના-ચાંદીના સિક્કા હતા. આ સિક્કા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર હતી. આ સિક્કા આકર્ષણનું કેન્દ્ર રહ્યા.

વેપારીઓના જણાવ્યા અનુસાર PM મોદી અને CM યોગીની તસવીર વાળા સિક્કાના ખૂબ ઓર્ડર મળ્યા છે. આ પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલની હીરા જડિત પ્રતિમાએ પણ સૌનું ધ્યાન ખેંચ્યુ. જ્વેલરી પ્રદર્શનમાં રેપિડ રેલનું મોડલ અને મેરઠનો એક્સપ્રેસ વે તેમજ દેવી-દેવતાઓની સોના-ચાંદી અને હીરાની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. 

મેરઠ: જ્વેલરી એક્ઝિબિશનમાં PM મોદી અને CM યોગીની તસવીર વાળા સોના-ચાંદીના સિક્કા આકર્ષણનું કેન્દ્ર બન્યા 3 - image

એક અન્ય ડાયમંડના સ્ટોલ પર 26298 હીરા જડિત રિંગે પણ લોકોનું ધ્યાન ખેંચ્યુ. આ સ્ટોલ પર રેપિડ રેલ, મેરઠ-દિલ્હી એક્સપ્રેસ વે અને સોના-ચાંદીથી તૈયાર કરવામાં આવેલુ નવુ સંસદ ભવનનું મોડલ પણ શાનદાર રહ્યુ. 

Tags :