લો બોલો...50 પેસેન્જર લીધા વિના જ ઉડી ગઈ GO Firstની દિલ્હી જતી ફ્લાઈટ, DGCAએ માંગ્યો જવાબ
નવી દિલ્હી,તા. 10 જાન્યુઆરી 2023, મંગળવાર
છેલ્લાં ઘણા સમયથી પ્લેનમાં મુસાફરો સાથે થઇ રહેલી ઘટના તેમજ એરહોસ્ટેસ સાથે છેડછાડ અને મારામારીની ઘટનાઓે જોર પકડ્યુ છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.
GO First ની બેંગલુરુ- દિલ્હી ફ્લાઇટ 50 પેસેન્ઝરને લીધા વગર જ ઉડાન ભરી લીધી છે. આ ઘટના ગઈકાલે બની હતી. ગો ફર્સ્ટ આ મામલે તેની ઇન્ટર્નલ તપાસ કરી રહી છે.
ગો ફર્સ્ટ આ તમામ 50 મુસાફરોને બેંગ્લોર એરપોર્ટ પર છોડીને અન્ય ફ્લાઇટમાં દિલ્હી મોકલ્યા હતા. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ સમગ્ર મામલે ગો ફર્સ્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ બાદ DCGA ગો ફર્સ્ટ પર જરૂરી કાર્યવાહી કરી શકે છે.
એરલાઇન્સ પાસે જવાબ માગી રહ્યા છે મુસાફરો
આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા મુસાફરો ટ્વિટર પર PM મોદી ઓફિસ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ ટેગ કરીને એરલાઈન્સ પાસેથી જવાબ માંગી રહ્યા છે.
GoFirstએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ નિવેદન આપ્યુ નથી. બેંગલુરુ એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોમાંથી એક મુસાફરે લખ્યું કે ફ્લાઈટ G8 116 (BLR – DEL) મુસાફરોને પાછળ છોડીને ઉપડી! 1 બસમાં 50 થી વધુ મુસાફરોને એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા અને ફ્લાઇટ માત્ર 1 બસના મુસાફર સાથે ઉપડી ગઇ. શું @GoFirstairways ઊંઘમાં કામ કરે છે? શું કોઈ પાયાની તપાસ થઈ રહી નથી?